યુદ્ધ હવે ખતરનાક વળાંક પર: હોર્મુઝ ખોલાવવા અમેરિકા કેવો હુમલો કરે છે તેના પર નજર: તહેરાન પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટથી હચમચી ઉઠયું
ઈરાન સામેના યુદ્ધના ચોથા સપ્તાહમાં પણ 10000 અણુ બોમ્બ મારા તથા મિસાઈલ ડ્રોન એટેક છતા પણ ઈરાનને ચુકવવામાં નિષ્ફળ રહેવા અમેરિકા-ઈઝરાયેલે હવે યુદ્ધનો વ્યુહ બદલ્યો હોય તેમ ઈરાનના વિજ ઈન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરી તેને તોડી પાડવા જે ધમકી આપી છે તે વચ્ચે ઈઝરાયેલે હવે પ્રથમ વખત ઈરાનના નાગરિક વિસ્તારોમાં બોમ્બમારો કરતા યુદ્ધ હવે વધુ ખતરનાક વળાંક પર પહોંચ્યુ છે અને ઈરાને પણ આ પ્રકારના હુમલાનો તેવો જ જવાબ અપાશે તેવી ચેતવણી આપી છે.
અત્યાર સુધી ઈઝરાયેલ આ પ્રકારના હુમલાથી દુર રહ્યું હતું અને ઈરાનના લશ્કરી-મિસાઈલ અણુ મથકોને જ નિશાન બનાવતુ હતું પણ હવે ઈઝરાયેલ દળોએ ઉતરીય ઈરાનમાં ઉર્મીઓમાં નાગરિક-રહેણાંક ક્ષેત્રને નિશાન બનાવ્યા છે અને અહી બોમ્બ ઝીકતા અનેક ઈમારતોનો ધ્વંશ થયો હતો. બચાવદળ લોકોને કાટમાળમાંથી ઉગારતા અને રાહત છાવણીમાં લઈ જતા દર્શાવાયા હતા. અમેરિકા અને ઈઝરાયેલના દબાણ આ ઉપરાંત પર્સીયત ગલ્ફ સેન્ટ્રલ બ્રોડકાસ્ટીંગ કંપની દ્વારા 100 કિલોવોટની એ.એમ.ટ્રાન્સમીટર લાઈનનો ઉપયોગ થાય છે તે બંદાર અબ્બાસના દક્ષિણી પોર્ટ પર હુમલો કર્યો છે. જો કે આ ક્ષેત્રનું પ્રસારણ ચાલુ જ રહ્યુ છે. ઈઝરાયેલે વ્યાપક રીતે તહેરાન સહિતના ક્ષેત્રો પર હુમલા કર્યા છે અને તહેરાન પણ વિસ્ફોટકોથી ગાજી ઉઠયું હતું. આમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોર્મુઝ અંગેના 48 કલાકના અલ્ટીમેટમના અંત પુર્વે જ જણાવ્યું હતું કે તાકાતથી જ શાંતિ હાંસલ કરી શકાશે. આ તાકાતના હળવી રીતે ઉપયોગ કરાશે. આમ હવે 48 કલાકનું અલ્ટીમેટમ પુરુ થતા અમેરિકા કઈ રીતે હુમલો કરે છે તેના પર સૌની નજર છે.
