ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, અફવાઓથી દૂર રહેવા અપીલ

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તંત્રએ જિલ્લાના તમામ નાગરિકોને ખાતરી આપી છે કે ભાવનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ જણાવવામાં આવ્યું છે કે, ઈંધણની કોઈ પણ પ્રકારની અછત નથી. આથી નાગરિકોએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓથી દોરવાઈ જવું નહીં. અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા પણ નમ્ર વિનંતી કરવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વહીવટી તંત્ર દ્વારા ઈંધણના પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગભરાટમાં આવીને સંગ્રહખોરી કે પંપ પર લાઈનો લગાવવાને બદલે શાંતિ જાળવવા તંત્રએ અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ