રાજકોટ શહેરમાં 9.85 લાખ મતદારોના હાથમાં મનપાનું ભવિષ્ય

પુરૂષ 5,10,086 તથા મહિલાઓ 4,75,848 અને ત્રીજી જાતિ (ઘવિંયિ)ના 18 મતદારો

વોર્ડ નંબર 11 સૌથી વધુ 90,148 મતદારો ધરાવે છે, જ્યારે વોર્ડ નંબર 5 માં સૌથી ઓછા એટલે કે 40,807 મતદારો

રાજકોટ મહાપાલિકાની નવી ચૂંટણી પૂર્વે આજે 18 વોર્ડની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવી છે. શહેરના તમામ વોર્ડમાં મતદારયાદી ચોંટાડવામા આવી છે. મતદારો આ પ્રાથમિક મતદાર યાદી ચકાસી તેમા જો કોઇ ભુલ હોય તો સુધારા માટે અરજી કરી શકશે. બીજીબાજુ રાજકીય પક્ષના આગેવાનોએ મતદાર યાદીની ચકાસણી શરૂ કરી છે. હજુ પણ જાગૃત લોકો પણ નામ ખરાઇ કરશે. આ બાદ કેટલાક ફેરફાર થઇ શકે પરંતુ મોટા ભાગે આ આંકડાની આજુબાજુ જ મતદારોની સંખ્યા રહેશે તેમ લાગી રહ્યું છે. કુલ 9.85 લાખ મતદારોની યાદી પ્રસિધ્ધ થઇ છે. જેમા પુરુષ 5,10,086 તથા મહિલાઓ 4,75,848 અને ત્રીજી જાતિ (ઘવિંયિ)ના 18 મતદારો છે. વોર્ડ નંબર 11 સૌથી વધુ 90,148 મતદારો ધરાવે છે, જ્યાઅરે વોર્ડ નંબર 5 માં સૌથી ઓછા એટલે કે 40,807 મતદારો નોંધાયા છે.
2021માં યોજાયેલી ચૂંટણીમાં 1093991 મતદારો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મતદાર વોર્ડ નં.3માં 79336 હતા. બીજા ક્રમે વોર્ડ નં.11 76764 હતો. આ વખતે સૌથી વધુ મતદાર વોર્ડ નં.11માં 90148 છે આમ આ વોર્ડના મતદારોમાં 13384 મતદારોનો વધારો થયો છે. મોટા મવા સહિતના વોર્ડ નં.11માં 13384 મતદારો વધ્યા છે.
તો મોરબી રોડ સહિતના વોર્ડ નં.4માં પણ 69પ મતદાર વધ્યા છે. આ સિવાય તમામ 16 વોર્ડમાં મતદારોની સંખ્યા ઘટી છે. એકંદરે સાડા ત્રણસોથી માંડી 11300 જેટલા મતદારો વોર્ડ દીઠ ઘટયા છે. વોર્ડવાઇઝ નજર કરીએ તો વોર્ડ નં.1માં 4830, વોર્ડ નં.રમાં 10794, વોર્ડ નં.3માં 600પ મતદાર ઘટયા છે.
વોર્ડ નં.4માં 69પનો વધારો છે. વોર્ડ નં.પમાં 8101, વોર્ડ નં.6માં 79પ4, વોર્ડ નં.7માં 13111, વોર્ડ નં.8માં 9437, વોર્ડ નં.9માં 3876, વોર્ડ નં.10માં પ781, વોર્ડ નં.1રમાં 1030, વોર્ડ નં.13માં 9373, વોર્ડ નં.14માં 11310, વોર્ડ નં.1પમાં 8686, વોર્ડ નં.16માં 11030, વોર્ડ નં.17માં 10448 અને વોર્ડ નં.18માં સૌથી ઓછા 3પર મતદાર ઘટયા છે.
વોર્ડ નં.1પમાં કોંગ્રેસની પેનલ ચૂંટાઇ હતી. આ વોર્ડમાં સાડા આઠ હજાર કરતા વધુ મતદારો ઘટયા છે. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટુ ડિમોલીશન જયાં થયું તે વોર્ડ નં.16માં 11 હજારથી વધુ મતદાર ઘટયા છે.

રિલેટેડ ન્યૂઝ