ફેશન, ફ્રેમ અને મેક્સ ફેશનના 20 વર્ષ: કલ્કી કોચલીન, સિદ્ધાંત ચતુર્વેદી અને અલાયા એફ લેક્મે ફેશન વીકમાં છવાયાં

બે દાયકાઓ, લાખો લોકોના વોર્ડરોબ્સ અને અસંખ્ય સ્ટાઈલ મોમેન્ટ્સ પછી, મેક્સે માત્ર તેની વર્ષગાંઠ જ ઉજવી નહોતી-તે ભારતના સૌથી પ્રખ્યાત રેમ્પમાંથી એક પર સંપૂર્ણ ધમાકેદાર ફેશન પાર્ટીનું આયોજન કર્યું.
લેક્મે ફેશન વીકમાં આપનું સ્વાગત છે. મેક્સની રીતે.
લાઈટો ધીમી પડી. સંગીત ગુંજ્યું. અને પળમાં જ રેમ્પ માત્ર રેમ્પ રહ્યો નહીં.
35 લુક્સમાં જે રજૂ થયું તે પરંપરાગત ફેશન શોથી વધુ હતું-એ તો આજના યુવા ભારત કેવી રીતે ખરેખર પહેર છે તેનું જીવંત પ્રતિબિંબ હતું: પ્રયોગશીલ, આત્મવિશ્વાસથી ભરપૂર અને નિડર રીતે પોતાનું સ્વરૂપ દર્શાવતું.
ત્રણ નામોએ સ્ટેજને પ્રકાશિત કર્યું. ત્રણ ખૂબ જ અલગ ઉર્જા. એક સ્પષ્ટ સંદેશ.
સિદ્ધાંત ચતુર્વેદી, અલાયા એફ અને કલ્કી કોચલીન.
શોકેસની શરૂઆત જબરદસ્ત ઊર્જા સાથે થઈ, જ્યારે જશમમવફક્ષિં ઈવફિીંદિયમશ રેમ્પ પર આવ્યા અને તરત જ ફેશન શોને સંસ્કૃતિ અને પ્રદર્શનના અનોખા પળમાં બદલી નાખ્યો. બીટ પડતા અને લાઈટ્સ બદલાતા, સિદ્ધાંતે મેક્સના અર્બન સેગમેન્ટ માટે ટોન સેટ કરી-તેમનો ખાસ સ્વેગ, સ્વાભાવિકતા અને સહજ કૂલ અંદાજ સાથે મંચ પર જાદુ છવાયો.

રિલેટેડ ન્યૂઝ