ભારતીય સિનેમામાં કેટલીક ફિલ્મો એવી હોય છે જે માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહી, પરંતુ સમય સાથે લાગણીઓનો એક અવિસ્મરણીય અંશ બની જાય છેમ ‘રાંઝણા’ એવી જ એક ફિલ્મ હતી, જેણે પ્રેમને નિર્દોષતા અને જુસ્સા સાથે નવી ઓળખ આપી હતીમ હવે, લગભગ બાર વર્ષ બાદ, અભિનેતા ધનુષ અને દિગ્દર્શક આનંદ એલ. રાય ફરી સાથે આવી રહ્યા છે-‘તેરે ઇશ્ક મેં’ સાથે, જે પ્રેમના વધુ ગહન અને જટિલ સ્વરૂપને ઉજાગર કરે છે.
સોની મેક્સ પર 27 માર્ચે રાત્રે 8 વાગ્યે આ ફિલ્મનો વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થવાનો છે, જે દેશભરના દર્શકો માટે એક વિશેષ સિનેમેટિક પ્રસંગ બની શકે છે.
વારાણસી-જે શહેર પોતાની આધ્યાત્મિકતા, ઘાટો અને સંકડી ગલીઓ માટે ઓળખાય છે-ફિલ્મનું મુખ્ય પૃષ્ઠભૂમિ બની રહ્યું છેમ આ શહેર માત્ર લોકેશન નથી, પરંતુ વાર્તાનો જીવંત ભાગ બની જાય છેમ ગંગાના કિનારે, મંદિરોના ઘંટનાદ વચ્ચે અને જૂની ગલીઓમાં વસતી લાગણીઓ વચ્ચે ‘તેરે ઇશ્ક મેં’ એક એવી પ્રેમકથા રજૂ કરે છે, જે સરળ નથી, પણ ઊંડાણ અને સંઘર્ષથી ભરપૂર છે.
