ક્રૂડ ઓઇલ સપ્લાયમાં ચાલી રહેલા વિક્ષેપથી ઉદ્યોગમાં અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે, જેના કારણે ઇંધણ વિતરણ અને ઉપલબ્ધતાના અનેક પાસાંને અસર થઈ છે.
અમે અમારા ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે અમે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇંધણનો સતત પુરવઠો જાળવી રાખીને ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારું 7,000થી વધુ રિટેલ નેટવર્ક રાબેતા મુજબ જ કામગીરી કરી રહ્યું છે અને અમારા આઉટલેટ્સમાં સર્વિસમાં કોઈ વિક્ષેપ પડ્યો નથી. વધુમાં, અમારી રિફાઇનરીના ટર્નઅરાઉન્ડનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ સમયગાળા દરમિયાન ઇંધણ પુરવઠામાં કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છીએ.
નયારા એનર્જી રાષ્ટ્રની ઊર્જા ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે અને અમારા ગ્રાહકો માટે કાર્યકારી સ્થિરતા અને અવિરત સેવાને પ્રાથમિકતા આપે છે.
