સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિમાં ’જીવદયા એ જ પરમો ધર્મ’ અને ’વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના વણાયેલી છે. આપણા સનાતન ધર્મમાં અબોલ જીવોની સેવાને સાક્ષાત્ નારાયણની સેવા માનવામાં આવી છે. આ જ પરંપરાને જીવંત રાખતા સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામ સુંદર દાસ બાપુના દિવ્ય આશીર્વાદથી ‘5100 શ્રીફળ કીડીયારૂ અભિયાન’ નું અત્યંત ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રી અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી, ગોળ, સાકર તલ, સીંગદાણા,અને પંચરત્ન સમાન પાંચ પ્રકારના ધાન્યના લોટના મિશ્રણથી તૈયાર કરાયેલા શ્રીફળ ચ ભાવિકોને પ્રસાદ રૂપે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા.આ શ્રીફળોને પોતપોતાના ખેતર, સીમ કે નિર્જન જગ્યાએ પધરાવીને લાખો કીડીઓના જઠરાગ્નિને તૃપ્ત કરી અશ્વમેધ યજ્ઞ જેવું અનંત પુણ્ય મેળવવાનો લહાવો લીધો હતો.હજુ પણ જે ભાવિકો આ સેવા કાર્યમાં જોડાઈ શ્રીફળ રૂપી પ્રસાદી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, તેમણે તાત્કાલિક હનુમાન આશ્રમ, ગાયત્રી મંદિર સામે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા ખાતે સંપર્ક કરવો.
રિલેટેડ ન્યૂઝ
-
રાજયના ચીફ જસ્ટિસ દ્વારા દ્વારકા જિલ્લામાં કાનૂની સહાયતા કેન્દ્રની કામગીરીની પ્રશંસા
દ્વારકા ખાતે ડી.એલ.એસ.એ. દ્વારા દ્વારકાધીશ મંદિરમાં લીગલ હેલ્પ ડેસ્ક છેલ્લા આશરે અઢી વર્ષથી કાર્યરત છે. અહીં... -
સોરઠ પંથકમાં આજ રામ આયેંગા: રામ જન્મોત્સવને વધાવવા થનગનાટ
જુનાગઢે અયોઘ્યાનો સર્જયો શણગાર, રામ ભકતો, હિન્દુ સંગઠનો દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમ સોરઠનું પાટનગર જૂનાગઢના લોકોમાં... -
તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે
30મી માર્ચથી ઉત્સવનો પ્રારંભ પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તા. 30 માર્ચ થી 2 એપ્રિલ...
