ભારત સરકારની અગ્રણી સરકારી બેંક તથા યુરોપની જાણીતી એસેટ મેનેજર વચ્ચેના સંયુક્ત સાહસ બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાની ચોથી વર્ષગાંઠની ઉજવણી સાથે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ રૂ. 55,000 કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સુધી પહોંચવાનો માઇલસ્ટોન પાર કર્યો છે.
ચોથી વર્ષગાંઠના અવસરે કંપનીએ પોતાના નેટવર્કમાં નોંધપાત્ર વિસ્તરણ પણ કર્યું છે. હાલમાં કંપની 26 શહેરોમાં સીધી હાજરી ધરાવે છે અને દેશભરના 132થી વધુ શહેરોમાં વધારાનું કવરેજ પ્રદાન કરે છે. આ વિસ્તરણ સાથે કંપની ભારતમાં એક સંપૂર્ણ સેવાઓ આપતી એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.
