સૌરાષ્ટ્ર-કચ્છ બન્યું રામમય : ઠેર ઠેર રામ જન્મના વધામણા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ, ગોંડલ, વેરાવળ, જેતપુર, ધોરાજી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, ખંભાળિયા, સોમનાથ, દીવ, તાલાલા, બગસરા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જયશ્રી રામના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નિકળી હતી. તેમજ મંદિરોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. તથા ધૂન, ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં આજે એટલે કે, શુક્રવારે પણ રામ જન્મોત્સવની ઉજવણી કરાશે રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામના આકર્ષક ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા નિકળી હતી. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ