ભારત પાસે ૬૦ દિૃવસનો પેટ્રોલ-ડિઝલનો સ્ટોક

પેટ્રોલિયમ અછતની અફવા મુદ્દે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

દૃેશમાં પ્ોટ્રોલ-ડિઝલ, એલપીજીની સપ્લાય સંપ્ાૂર્ણ નિયંત્રણમાં છે, કોઈ ઘટાડો થયો નથી

પેટ્રોલિયમ અને કુદૃરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દૃેશમાં પેટ્રોલ, ડીઝલ અને ન્ઁય્ની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દૃેશના તમામ રિટેલ યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદૃાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે લોકોને ભડકાવવા માટે ચલાવવામાં આવી રહૃાું છે. પેટ્રોલિયમ અને કુદૃરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે, ભારત વિશ્ર્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર અને પાચમો સૌથી મોટો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો નિકાસકાર છે. ૧૫૦થી વધુ દૃેશોને ભારત રિફાઇન્ડ યુઅલ પુરું પાડે છે. દૃેશમાં ૧ લાખથી વધુ પેટ્રોલ પંપ સતત કાર્યરત છે અને કોઈ પણ પંપને સપ્લાય રેશન (નિયંત્રિત વિતરણ) કરવાનું કહેવામાં આવ્યું નથી.
વિશ્ર્વના અન્ય ઘણા દૃેશોમાં પેટ્રોલની િંકમતો વધી રહી છે, રેશિંનગ (નિયંત્રિત વિતરણ) લાગુ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે. તેમ છતાં ભારતમાં આવી કોઈ જરૂરિયાત નથી. કેટલાક સ્થળોએ પેનિક બાિંયગના કારણે ભીડ જોવા મળી તે માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખોટા વીડિયોને કારણે હતી. તેમ છતાં તે તમામ પંપ પર બધા ગ્રાહકોને યુઅલ આપવામાં આવ્યું.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વિકટ સ્થિતિ છતાં ભારતને વિશ્ર્વના ૪૧થી વધુ સપ્લાયર્સ પાસેથી વધુ ક્રૂડ ઓઇલ મળી રહૃાું છે. દૃરેક રિફાઇનરી ૧૦૦%થી વધુ ક્ષમતાએ કામ કરી રહી છે. આગામી ૬૦ દિૃવસ માટે ક્રૂડ ઓઇલની સપ્લાય પહેલેથી જ સુરક્ષિત કરી લેવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, દૃેશમાં કુલ ૭૪ દિૃવસની રિઝર્વ ક્ષમતા છે આ મધ્ય પૂર્વ સંકટના ૨૭મા દિૃવસે પણ દૃેશ પાસે લગભગ બે મહિનાનો સ્ટોક છે.
ન્ઁય્ની કોઈ અછત નથી. ન્ઁય્ કંટ્રોલ ઓર્ડર પછી રિફાઇનરીઓમાં ઉત્પાદૃન ૪૦% વધારીને રોિંજદૃા ૫૦ હજાર મેટ્રિક ટન કરવામાં આવ્યું છે જે કુલ જરૂરિયાતના ૬૦%થી વધુ છે. આયાતની જરૂરિયાત માત્ર ૩૦ હજાર મેટ્રિક ટન રહી છે. અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દૃેશોમાંથી ૮૦૦ હજાર મેટ્રિક ટન ન્ઁય્ના કાર્ગો આવી રહૃાા છે. રોજ ૫૦ લાખથી વધુ સિલિન્ડર્સ સપ્લાય કરવામાં આવી રહૃાા છે. પેનિકના કારણે માંગ વધીને ૮૯ લાખ સુધી પહોંચી હતી, જે હવે સામાન્ય ૫૦ લાખ પર આવી ગઈ છે.
મંત્રાલયે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદૃાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સરકારી સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્ર્વાસ કરે.

વડાપ્રધાન મોદૃી દૃરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

મિડલ ઈસ્ટની સ્થિતિ પર આજે ચર્ચા થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી શુક્રવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. કાલે ૬.૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત થશે. આ વાતચીતમાં જ્યાં ચૂંટણી છે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે નહીં. વાતચીત દૃરમિયાન મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા થશે. આચાર સંહિતાને કારણે ચૂંટણી રાજ્યોના મુખ્યમંત્રીઓ પીએમ સાથે આ સંવાદૃ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. આ દૃરમિયાન પીએમ મોદૃી રાજ્યની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે. સંકટના આ સમયમાં ટીમ ઈન્ડિયાની ભાવનાની સાથે તાલમેલનો આ પ્રયાસ છે. ચૂંટણીવાળા રાજ્યોના મુખ્ય સચિવો માટે એક અલગ બેઠક થશે, જે કેબિનેટ સચિવાલયના માધ્યમથી આયોજીત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ