ઇરાને વાટાઘાટ ફગાવી:અમેરિકાએ વધુ દળો ઉતાર્યા

મધ્યપ્ાૂર્વમાં શાંતિ સ્થાપવાની આશા નિષ્ફળ નિવડે ત્ોવા સંકેત

ઇરાની મિસાઇલનો કાટમાળ પડતા અબુધાબીમાં એક ભારતીય અન્ો એક પાકિસ્તાનીનું મોત થયુ

અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પર સંયુક્ત આકર્ષણ હવે 28માં દિવસમાં પ્રવેશ્યુ છે અને અત્યંત ભીષણ બનેલા આ જંગમાં યુદ્ધવિરામની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત તથા ઈરાન સાથે વાટાઘાટ ચાલે છે અને શરતોની આપલે વચ્ચે હવે ઈરાને અત્યંત સ્પષ્ટ વલણ અપનાવતા અમેરિકા સાથે વાટાઘાટનો ઈન્કાર કરી યુદ્ધ ચાલુ રાખવા જાહેરાત કરી તો બીજી તરફ સીઝ ફાયરના પ્લાન વચ્ચે પણ અમેરિકાએ ખાડી ક્ષેત્રમાં વધુ 6000 સૈનિકો ઉતારતા હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં ખર્ગ ટાપુ સહિતના મહત્વના મથકો કબ્જે લેવા અને હોર્મુજ જળમાર્ગ ખોલવા અમેરિકીક દળોને ઈરાનની ભૂમિ પર ઉતારે તેવા સંકેત છે.
છેલ્લા ત્રણ દિવસથી એક તરફ વિજયના દાવા અને તેની સાથે ઈરાને કિંમતી ભેટ આપી છે તેવા ટ્રમ્પના રહસ્યમય વિધાનો વચ્ચે અમેરિકા હવે ઈરાન વાટાઘાટ કરવા તૈયાર થયુ છે તથા પાકિસ્તાન તેમાં અમેરિકી-ઈરાન વચ્ચેની વાટાઘાટનું સ્થળ હોઈ શકે છે તેવા સંકેત આપીને યુદ્ધનો અંત આવે તેવી આશા સર્જાઈ હતી.
જો કે તે વચ્ચે પણ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ જ રહ્યુ હતું પણ ઈરાનની 15 શરતો અમેરિકાની તેટલી જ માંગણીઓના દાવા પ્રતિદાવા વચ્ચે ઈરાની વિદેશમંત્રીએ જણાવ્યું કે અમારુ વલણ અત્યંત સ્પષ્ટ છે. અમારા પર આક્રમણ થયું છે અને તેનો મુકાબલો ચાલુ જ રહેશે. હવે વાટાઘાટ કરવી એ હાર સ્વીકાર સમાન છે. જે અમોને મંજુર નથી. આ અગાઉ અમેરિકી પ્રમુખ આવાસ વ્હાઈટ હાઉસમાં પ્રવકતાએ વાતચીત ચાલુ હોવાની અને તે પરિણામલક્ષી બની રહેશે તેવા સંકેત છે. સાથોસાથ પ્રવકતા કેરોલીન લીવિટે ચેતવણી ઉચ્ચારી કે જો ઈરાન શાંતિ સમજુતી માટે તૈયાર થશે નહી તો તેના પર નરક વરસાવી દેવાશે. બીજી તરફ પાક દળ અમેરિકાએ 15 સત્રીય યોજના ઈરાનને મોકલી છે. તેવા પ્રશ્ર્નના જવાબમાં ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું કે વિભિન્ન પ્રસ્તાવો દેશના વરિષ્ઠ અધિકારીઓ સામે રખાય છે અને આ માંગને અયોગ્ય તથા વધારે પડતી ગણાવી ને ફગાવાઈ છે. બીજી તરફ અમેરિકી દળોની હાલચાલ પણ વધવા લાગી છે અને ઈરાનની ધરતી પર સૈનિકોને ઉતારવા મુદે અમેરિકામાં જબરો મતભેદ છે પણ બે મરીન યુનીટ જેમાં 5000થી વધુ સૈનિકો અને વિમાનો તથા લેન્ડીંગ હરીકલ આ ક્ષેત્રમાં મોકલવાના નિર્ણયથી પ્રમુખ ટ્રમ્પ કોઈ ‘સાહસ’ કરશે તેવું મનાય છે. અમેરિકી દળો જે આ ક્ષેત્રમાં આવી રહ્યા છે તેમાં એરબોર્ન ડિવિઝન જે પેરેશુટની મદદથી જમીન પર ઉતરવા માટે અને ભૂમિ યુદ્ધ માટે સક્ષમ છે. તેઓની મોટી સંખ્યા ઈરાન ભણી યુદ્ધ જહાજોમાં આગળ વધી રહી છે જે 18 કલાકમાં જ કોઈ ઓપરેશન અંજામ આપી શકે છે તથા ઈરાનના ખર્ગ ટાપુ યુરેનીયમ ભંડાર પર કબજો કરવા પ્રયાસ થઈ શકે છે.
તેણે ચાબાહાર બંદર નજીક પાકિસ્તાનના એક એફ-18 વિમાનને તોડી પાડયું છે. અગાઉ અમેરિકાના એફ-35 વિમાનને હીટ કર્યા બાદ ઈરાને હવે બીજા અમેરિકી વિમાનને આધુનિક એર ડિફેન્સ સીસ્ટમથી તોડી પાડયુ હોવાનુ જણાવ્યુ હતું.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ દાવો ફગાવ્યો છે. બીજી તરફ ઈરાનના સૈન્ય પ્રવકતાએ ચેતવણી આપી છે કે અમારી ધરતી પર સૈન્ય ઉતારવાની અમેરિકા ભુલ કરશે તો તેનો જવાબ અપાય. ઈરાન બહેરીન-યુએઈના બંદરીય ક્ષેત્રનો કબ્જો લઈ શકે છે અને તેનાથી આ ક્ષેત્રનો નકશો જ બદલાઈ જશે.
બહેરીન-યુએઈના દરિયાઈ ક્ષેત્રથી પ્રવેશની અમારી યોજના તૈયાર છે તથા ગલ્ફના ઈન્ફ્રાસ્ટ્રકચર પર મોટાપાયે ડોન-મિસાઈલ હુમલા થશે.

એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે દૃક્ષિણ ઈરાનમાં થયેલા હુમલામાં ઈરાનના વિશિષ્ટ નૌસૈનિક દૃળના કમાન્ડર અલીરેઝા તંગસિરીનું એક હુમલામાં મોત થયું છે. ઈરાનના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નૌસૈનિક િંવગના પ્રમુખ તંગસિરીનું મોત પોર્ટ શહેર બંદૃર અબ્બાસમાં થયેલા હુમલામાં થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કમોડોર તંગસિરી હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાની દૃેખરેખ માટે જવાબદૃાર હતા.

ઇરાન વાટાઘાટ નહી સ્વીકારે તો ‘નરક વરસાવશુ અમેરિકા: એરબોર્ન ટ્રુપ સહિત ૫૦૦૦થી વધુ સ્ૌનિકો ગલ્ફમાં મોકલાયા:હોર્મુઝ બંધ કરનાર ઇરાનના કમાન્ડન્ો મોતન્ો ઘાટ ઉતારાયાનો ઇઝરાયેલનો દૃાવો: તો અમેરિકાનું એફ-૧૮ વિમાન તોડી પડાયાનો ઇરાનનો દૃાવો

તણાવ ઘટાડવામાં અસરદૃાર ભૂમિકા ભજવવા ભારત સક્ષમ

પશ્ર્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના જોખમ વચ્ચે ઈરાને ભારત પર મોટો ભરોસો જતાવ્યો છે. ઈરાનનું માનવું છે કે, ભારત એક એવો દૃેશ છે જે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદૃમાં મધ્યસ્થી કરી તણાવ ઓછો કરાવી શકે છે. ભારતની બેલેન્સ્ડ વિદૃેશ નીતિને કારણે ઈરાને તેને એક પ્રભાવશાળી ખેલાડી ગણાવ્યો છે.
ભારતમાં ઈરાનના રાજદૃૂત મોહમ્મદૃ ફતાલીએ ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથનો અગ્રણી દૃેશ છે અને તેની વિદૃેશ નીતિ હંમેશા સંતુલિત રહી છે. ભારતના તમામ પક્ષો અમેરિકા અને ઈરાન બંને સાથે વ્યૂહાત્મક સંબંધો છે, જે તેને ગેરસમજ દૃૂર કરવા માટે એક ભરોસાપાત્ર પક્ષ બનાવે છે. ભારત મધ્યસ્થી દ્વારા રાજદ્વારી રસ્તાઓ મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે, ઁસ્ મોદૃીએ ટ્રમ્પ સાથેની ચર્ચામાં ભાર મૂક્યો છે કે પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધ જલ્દૃી ખતમ થવું જોઈએ, કારણ કે આ યુદ્ધથી સમગ્ર વિશ્ર્વને નુકસાન થઈ રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ