રતનપરના ગાયત્રી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

ગાયત્રી માતાજીના ર3માં પાટોત્સવની ઉજવણી કરાશે: તા.8મીથી કથાનો પ્રારંભ

રતનપર ખાતે આવેલ તુલસી પાર્કમાં ગાયત્રી મંદિર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી માતાજીના ર3માં પાટોત્સવ પ્રસંગે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કથાનો પ્રારંભ તા. 8 એપ્રિલથી સવારે 9.30 થી થશે જેની પુર્ણાહુતિ તા. 1પ એપ્રિલે થશે. તા.8મીએ સવારે 10 વાગે પોથીજીની પધરામણીકરાશે. તા. 10મીએ કપીલ જન્મ, તા.1રમીએ વામન તથા રામજન્મ, કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ, તા.13મીએ ગીરીરાજ પુજન, તા.14મી એ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તા.1પમીએ સુદામા ચરિત્રની ઉજવણી કરાશે. ગાયત્રી ઉપાસક અરવિંદભાઇ પંડયા કથાનું રસપાન કરાવશે.કથામાં તા.1રમીએ રવિવારના રોજ રાંદલ માતાજીના 108 લોટા ઉત્સવની ઉજવણી કરાશે.સવારે 9 વાગ્યે ગોરણીયુનુ પુજન, સવારે 8 થી 9.30 ગાયત્રી યજ્ઞ અને બપોરે 11 થી 2.30 સુધી ભોજન પ્રસાદ યોજાશે. વધુ માહીતી માટે મોબાઇલ નંબર 99791 05351 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ