તહેરાનમાં પાકિસ્તાની દૂતાવાસ પાસે ઈઝરાયેલનો શકિતશાળી મિસાઈલ હુમલો
ભૂકંપ જેવી તીવ્રતા સાથે દૂતાવાસ ઈમારત હચમચી: પાકિસ્તાન આગબબુલા: ઈઝરાયેલને ચેતવણી: ઈરાની નૌકાદળના શસ્ત્ર ભંડાર ઉપર ઈઝરાયેલે સાત મીસાઈલ દાગ્યા
ઈરાન પર ઈઝરાયેલના ચાલુ રહેલા હુમલામાં હવે તહેરાનમાં આજે પાકિસ્તાન દુતાવાસ નજીક ઈઝરાયેલ હુમલાથી શકિતશાળી વિસ્ફોટ થતા દૂતાવાસ કચેરીને ભારે નુકશાન થયું હતું. રાજધાની તહેરાનમાં ગઈકાલે 8 વાગ્યે ઈઝરાયેલનું મીસાઈલ ખાબકયુ હતુ અને તેના પાસે જ જબરો વિસ્ફોટ થયો હતો. જો કે દૂતાવાસ અને તેની બાજુમાં રાજદૂત નિવાસ પણ છે પરંતુ કોઈને ઈજા થઈ ન હતી.
દૂતાવાસની ઈમારતને નુકશાન થતા અને આ પ્રકારના હુમલાથી પાકિસ્તાન સમસમી ઉઠયુ છે અને ઈઝરાયેલને ધમકી આપીને આ પ્રકારના હુમલા ન કરવા ચેતવણી પણ આપતા કહ્યું કે જો પાકિસ્તાની હીતોને કોઈ નુકશાન થશે તો તે વધુ સ્થિતિ વણસાવશે.
જોકે દૂતાવાસના કર્મચારીઓને અન્યત્ર ખસેડી લેવાયા છે તો ઈરાનના ડ્રોન હુમલામાં કુવૈતના એક મુખ્ય વ્યાપારીક બંદર પર ભારે નુકશાન થયું છે અને તેને કારણે બંદરનો વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી હતી. કુવૈત પોર્ટ ઓથોરીટીના જણાવ્યા મુજબ સુખૈવ બંદરને ડ્રોન હુમલાથી નિશાન બનાવાયું હતું અને અહીં બંદરની જેટી તથા અન્ય વિસ્તારોમાં નુકશાન થયું છે. તથા કામકાજ થંભાવી દેવુ પડયું છે.
અમેરિકાએ યુધ્ધ વિરામ જાહેર કયુર્ં છતા ઈઝરાયેલ હજુ આક્રમક રીતે ઈરાન ઉપર હુમલા કરી રહ્યું છે જેમાં ઈરાનના નૌસેના કેન્દ્ર પર હવાઈ હુમલામાં મીસાઈલ ઉત્પાદન ક્ષેત્રને પણ નુકશાન થયુ હોવાના અહેવાલ છે. ઈરાન દ્વારા અહીં ક્રુડ જહાજો, સબમરીન અને હેલીકોપ્ટરની સાથોસાથ સમુદ્રી સુરંગનું પણ ઉત્પાદન કરવામાં આવે છે અને અત્યાર સુધી તે હુમલાથી તે સુરક્ષીત હતું તે વચ્ચે જ ગઈકાલે થયેલા હુમલામાં 7 મીસાઈલ દાગવામાં આવ્યા હતા. ઈરાની નૌસેનાનું આ મુખ્ય હથીયાર કેન્દ્ર માનવામાં આવે છે અને તેથી તેને થયેલુ નુકશાન ઈરાન માટે ચીંતા સર્જી શકે છે.
