આ નવો સ્ટોર બ્રાન્ડનો ગુજરાતમાં 8મો શોરૂમ અને પશ્ર્ચિમ ક્ષેત્રમાં તેનું 49મું આઉટલેટ છે
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડૂસે આજે જામનગરમાં તેના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું, જે ગુજરાતમાં તેની હાજરી ને મજબૂત બનાવેછે અને પશ્ચિમ ક્ષેત્ર માં તેના રિટેલ વ્યાપને વિસ્તૃત કરે છે. આ લોન્ચ સાથે, બ્રાન્ડ હવે રાજ્યમાં 8 શોરૂમ અને પશ્ચિમ ક્ષેત્રમાં 49 શોરૂમ ચલાવેછે.
નવો લોન્ચ કરાયેલ શોરૂમ કુલ 5,000 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને ગ્રાહકોને માળખાગત અને આરામદાયક રિટેલ વાતાવરણ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. લેઆઉટ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના રિટેલ ધોરણો સાથે ઓર્ગેનાઈઝ ઉત્પાદન પ્રદર્શન, સ્પષ્ટ પસંદગી અને વ્યક્તિગત સેવાને સપોર્ટ કરે છે.
આ શોરૂમનું ઉદ્ઘાટન અભિનેત્રી શ્રીમતી માનસી પારેખ દ્વારા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લીડરશીપ ટીમ ના પશ્ચિમ ઝોનના રીજનલ હેડ શ્રી ફનઝીમ અહેમદ, પ્રતિષ્ઠિત મહેમાનો અને મૂલ્યવાન ગ્રાહકોની હાજરી માં કરવામાં આવ્યું હતું.
જામનગર શોરૂમ માં સોના, હીરા, પ્લેટિનમ, રત્ન અને ચાંદીના ઝવેરાતની વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ના સિગ્નેચર કલેક્શનનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં બ્રાઇડલ જ્વેલરી, પરંપરાગત ડિઝાઇન, ઉત્સવની ખરીદી, ડેલી વેર અને સમકાલીન શૈલીઓનો સમાવેશ થાય છે, જે પ્રદેશના ગ્રાહકોની વિવિધ પસંદગીઓ ને પૂર્ણ કરે છે.
