108ના ઇએમટીની આવડત અને હેડ ઓફિસના ડોક્ટરની સલાહથી રસ્તામાં જ ડિલિવરી કરાઇ
ગીર સોમનાથ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં રસ્તા વચ્ચે જ એમ્બ્યુલન્સમાં મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકની અમુલ્ય જિંદગી બચાવી છે. સોમનાથ 108ના ઈએમટી હરેશભાઇ વાજાએ જણાવ્યું હતું કે, રાત્રીના 2:29 વાગ્યે વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુ:ખાઓ થતો હોવાનો ફોન આવ્યો હતો. આથી પાયલોટ ઈસ્માઈલભાઈ ભાદરકા સાથે ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ આવતા હતાં. પરંતુ રસ્તામાં વધારે દુ:ખાવો થતા 108 હેડ ઓફિસના ડોક્ટરની સલાહ મુજબ રસ્તામાં ડિલીવરી કરવામાં આવી હતી. માતા અને બાળક બન્ને તંદુરસ્ત હતા અને વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. મહિલાના પરિવારજનો દ્વારા 108ના કર્મચારીનો આભાર માન્યો હતો અને જિલ્લાના ઉચ્ચ અધિકારી આકાશભાઇ અને વિસ્તૃતભાઇ દ્વારા સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
