રાજકોટ રેન્જના 29 આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ: માહિતી આપનારને ઇનામ અપાશે

ગંભીર ગુનાના કુખ્યાત વોન્ટેડ આરોપી પકડવા રેન્જ આઇજી દ્વારા પ્રજાને અપીલ

રાજકોટ રેન્જના પાંચ જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલ 29 આરોપીને પકડવા ઈનામ જાહેર કરાયા છે. લૂંટ, હત્યા, હથીયાર, દુષ્કર્મ, એનડીપીએસ, દારૂ સહિતના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસ પકડમાં ન આવતાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા છે અને સચોટ માહિતી આપનારને રોકડ ઈનામ અને ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જે અંગે રેન્જ આઈજી કચેરી કે પોલીસ મથકે જાણ કરી શકશે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની વારંવાર તપાસ કરતા મળી આવેલ ન હોય તેમજ તેઓ વિરુધ્ધનું ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી બજવણીના પ્રયત્નો કરવા છતાં આરોપીઓ આજ સુધી મળી આવેલ નથી. તેઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરેલ છે, ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી આપને મળે તો તુર્તજ તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા રાજકોટ રેન્જ આઈજી ઓફિસ કે જે તે પોલીસ મથકને જાણ કરવા અનુરોધ કરાયો છે.

રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેેેન્દ્રનગર પોલીસના ગુનામાં ફરાર આરોપી

લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (જાટ) (રહે. ખોજકીપુર ગામ, અમૃતસર (પંજાબ) ખંભાળીયા પોલીસ મથકના અપહરણ અને લૂંટના ગુનામાં ફરાર છે, જેની માહિતી આપનારને 10 હજાર રોકડ ઈનામ અપાશે.
ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (મુળ ગામ,વેજા ગામ, ગોંડલ, હાલ રહે.શીવધારા સોસાયટી, પીર વાડી પાસે, લીજ્જત પાપડની પાછળ, ગોંડલ બાયપાસ રોડ) એનડીપીએસના ગુનામાં ફરાર છે, જેની માહિતી આપનારને 15 હજાર રોકડ ઈનામ અપાશે.
અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ (રહે.ડેડીયાસણ, ભરૂચ, મુળ રહે.ઓરીસ્સા) ભાણવડ પોલીસ મથકના હત્યાના ગુનામાં ફરાર છે, જેની માહિતી આપનારને 10 હજાર રોકડ ઈનામ અપાશે.
કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા (રહે.કાકડકુવા ગામ,ધાર (મધ્યપ્રદેશ), રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ (રહે.કદવાલબડી ગામ,અલીરાજપુર (મધ્યપ્રદેશ),દિનેશ જામસિંગ મેલા (ભીલ) (રહે.કાકડકુવા ગામ, ધાર (મધ્યપ્રદેશ) ભાણવડ પોલીસ મથકના લૂંટ સહિતની કલમ હેઠળના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5-5 હજાર રોકડ ઈનામ અપાશે.
આસુતોષ શીવધરન ત્રીપાઠી (રહે.દીબીયાપુર ઉત્તરપ્રદેશ), આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી રહે.અહેરીપુર ઉતરપ્રદેશ) અને મહેન્દ્ર કૃષ્ણબલદેવ તીવારી (રહે.ભરથના ગામ, ઇટાવા, ઉતરપ્રદેશ) જામનગરના બી. ડિવિઝન પોલીસ મથકના હત્યા, આર્મ્સ એકટના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5-5 હજાર રોકડ ઈનામ અપાશે.
લાલજી કૈલાશ પંડયા (રહે.રાજપાર્ક- રાધેક્રિષ્ના શકિત ડેરીની બાજુમાં, જામનગર મુળ રહે.ખંભાળીયા) જામનગરના બી. ડિવિઝન પોલીસ મથકના હત્યાના ગુનામાં ફરાર છે.જેની માહિતી આપનારને 10 હજાર રોકડ ઈનામ અપાશે.
બાલુ માનસિંગ બીલવાવ અને વસના ભુરા સરૂપા બીલવાલ (રહે. બંને મંડલી બડી, મધ્યપ્રદેશ) જામનગર પંચ બી. ડિવિઝન પોલીસ મથકમાં લૂંટના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5-5 હજાર રોકડ ઈનામ અપાશે.
કૈલાશ રામસીંગ અજનાર (રહે. સૂર્યા ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અપહરણ, દુષ્કર્મના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5 હજાર રોકડ ઈનામ અપાશે.
સંદિપ ગોકરણ પાસવાન (રહે.જારવા ગામ, બલરામપુર (ઉત્તરપ્રદેશ) દુષ્કર્મ, પોકસોના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5 હજાર રોકડ ઈનામ અપાશે.
રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી (રહે. ધુન્ના (પંજાબ), સોનુસિંગ સતનામસિંગ (રહે.પટ્ટી ગામ,ફિરોજપુર,પંજાબ) મોરબીના સીટી બી ડીવી. પોલીસ મથકના અપહરણ, આર્મ્સ એકટના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 10-10 હજાર રોકડ ઈનામ અપાશે.
ગંગારામ છોટાડીલા ચતર (રહે.ભરભરીયા, ઝારખંડ-બિહાર) હત્યાના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 10 હજાર રોકડ ઈનામ અપાશે. દેવાસી ઉર્ફે કનુ મદનપરી (રહે.બોસ્તા, ઓડીસા) મોરબી તાલુકા પોલીસ મથકના પોકસો, અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5 હજાર રોકડ ઈનામ અપાશે.
રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ (મુળ રહે.રામચુહા, પોસ્ટ સંભુગંજ (બિહાર) તથા ભારતનગર ભાવનગર રોડ, રાજકોટ શહેર) ટંકારાના લૂંટના ગુનામાં ફરાર છે.જેની માહિતી આપનારને 8 હજાર રોકડ ઈનામ અપાશે. ફારૂક હબીબ જામ (રહે.જુની એસ.બી.આઈ બેન્ક પાસે, માળીયા મીયાણા) માળીયા મીયાણા પોલીસ મથકના હત્યા, રાયોટ, આર્મ્સ એકટના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 20 હજાર રોકડ ઈનામ અપાશે.
વિવેક ઉર્ફે ટેલર અમરેન્દ્રસીહ ચંદેલ (રહે.હાલ રેલનગર સુર્યા પાર્ક રાજકોટ) મુળગામ પલવર (બિહાર) લોધીકા પોલીસ મથકના હત્યાના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 8 હજાર રોકડ ઈનામ અપાશે. રોહન બચાવપ્રસાદ રાવત (યાદવ) (રહે.ગોરખપુર,ઉત્તરપ્રદેશ) વિરપુર પોલીસ મથકના હત્યા, આર્મ્સ એકટના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 8 હજાર રોકડ ઈનામ અપાશે.
મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા (રહે.19 એજી.ડબલીકલન, (રાજસ્થાન) વિંછીયા પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 10 હજાર રોકડ ઈનામ અપાશે. રાજલખાન શખી મહમદ મુસ્લીમ (રહે. લહાર, મધ્યપ્રદેશ) વઢવાણ પોલીસ મથકના અપહરણ, પોકસોના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5 હજાર રોકડ ઈનામ અપાશે.
મનુભા માનસિંહ ઝાલા (રહે. અલંકાર ટોકીઝ પાછળ, સુરેન્દ્રનગર) વઢવાણ પોલીસ મથકના હત્યના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 8 હજાર રોકડ ઈનામ અપાશે. અલી નથુ ડફેર (રહે ઈંગરોડી, લખતર મૂળ પાટડી સુરેન્દ્રનગર) લખતર પોલીસ મથકના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 10 હજાર રોકડ ઈનામ અપાશે.
ધર્મેશ બાબુલાલ ગુર્જર (રહે આકિયા, રાજસ્થાન), ડાલુરામ હાલુજી ગુર્જર (રહે ભભાણા, રાજસ્થાન) લખતર પોલીસ મથકના ગંભીર ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 5-5 હજાર રોકડ ઈનામ અપાશે. તેમજ ભીખા ભૂરા કુના (રહે. પલાસનેર, ધૂળે, મહારાષ્ટ્ર) સાયલા, ધજાળા, લીંબડી પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં અને ચોટીલા પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને 20 હજાર રોકડ ઈનામ અપાશે.

રિલેટેડ ન્યૂઝ