રકતદાન કેમ્પનું આયોજન; પુસ્તકાલયનું લોકાર્પણ થશે
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે નવ નિર્મિત વિરાબાપા ના મંદિરે પાટોત્સવ યોજાશે.સાથે રક્તદાન શિબિર અને પુસ્કલયનું લોકાર્પણ કરવામાં આવશે… ડોળાસા ગામે સોરઠી સંત વિરાબાપા ના ભવ્ય મંદિર માં 2016 માં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી.આગામી ચૈત્ર સુદ પૂનમ ના તા.2/4 દિવસે દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે.તે નિમિત્તે દસમા પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સવારે નવ વાગ્યે વિરાબાપા વિશાળ શોભાયાત્રા યોજાશે જે ડી.જે.ના તાલે ગામ ના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ બપોરે બાર વાગ્યે બાપા ના નિજ મંદિરે પહોંચશે.જ્યાં આરતી યોજાશે.બાદ એક વિશાળ બાઈક રેલી નીકળશે જે વિરાબાપા ની જગ્યા લેરકા ગામે પહોંચશે.જ્યાં ધ્વજારોહણ કરશે. ધાર્મિક કાર્યક્રમ ની સાથે સામાજિક કાર્યક્રમો પણ યોજાશે.વીરા ભગત ની પવિત્ર જગ્યામાં સાંજ ના ચાર કલાકે પુસ્તકાલય નું પણ લોકાર્પણ થશે.જેમાં ધાર્મિક પુસ્તકો ની સાથે યુવાનો ને જીવન ઉપિયોગી શૈક્ષણિક પુસ્તકો પણ ઉપલબ્ધ રહેશે.આ ઉપરાંત વીરાબાપા ના સાનિધ્ય માં એક રકતદાન શિબિર યોજાશે.જેમાં વિશાળ સંખ્યા માં યુવાનો રક્તદાન કરી સામાજિક સેવા નું કાર્ય પણ કરશે.ઉના ખાતેની દિવ્ય જ્યોત બ્લડ બેંક વિવેકભાઈ રાજા અને સ્ટાફ રક્તદાન નો સ્વીકાર કરશે. સાંજે બાપાની મહા આરતી બાદ સામૂહિક મહા પ્રસાદ પણ યોજાશે.જેમાં સમસ્ત ડોળાસા ગામ ,લેરકા ગામ ના મહેમાનો પ્રસાદ લેશે.
