ક્રૂડજેવા કાળા તેલમાં તળાતા ફરસાણના વેપારીને તેલ બદલાવવાની ફરજ પાડી

તળાજા પોલીસની કડક કાર્યવાહી

તળાજા નગરમા આજે ઈન્ચાર્જ પો.ઇ પોલીસ કાફલા સાથે શાક માર્કેટના મા ગીચતા, સુરક્ષા ના મામલે ખાસ ડ્રાંઇવ યોજી હતી.આ દરમિયાન તેઓના ધ્યાને ફરસાણ ની દુકાનોમાં કાળા ક્રૂડ જેવા તેલમા ફરસાણ તળી ને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું ધ્યાને આવતા વેપારીઓને પૂછપરછ કરી તેલ બદલાવવા ની ફરજ પાડી હતી.
તળાજામા ફરસાણ ના વેપારીઓ કાળાક્રૂડ જેવા તેલમા ફરસાણ તળી ને બનાવી રહ્યાછે.જેને લઈ કેન્સર,ચામડી ના રોગ સહિત ની ગંભીર બીમારીઓ થવાની ભીતિરહે છે.રાજ્યના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આવા વેપારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ પરંતુ તળાજા વાસીઓના આરોગ્ય તંત્રને કશીજ પડી નહોય તેરીતે આજ સુધીતંત્ર દ્વારા કોઈજ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી નથી જોકે આજે તળાજા ના પોલીસ અધિકારી એ તળાજા વાસીઓના આરોગ્ય ની ચિંતા કરીહતી.શાક માર્કેટના પ્રશ્ન ને લઈ પોલીસ કાફલા સાથે રાઉન્ડ મા નીકળેલા ડી.પી.ખાંભલા ની નઝર મા આવ્યું હતુંકે લોકોના આરોગ્ય ને નુકશાન થાય તેવુંતેલ વાપરવામાં આવી રહ્યું છે.આથી તેઓએ વેપારીઓને તેલ બદલાવવા ની સૂચના આપી ને તેલ બદલાવવા ની અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરવા સૂચના આપીહતી. ગઈકાલે પાલિકા ચિફ ઓફિસર, નગરસેવકો,નગરના સમાજિક આગેવાનો એ શાકમાર્કેટ ની લીધેલ મુલાકાત મા દુકાનદારો દ્વારા પોતાની દુકાન બહાર પાલિકાના રોડ પર બેસવા દેવા માટે મોટી રકમ વસુલવામાં આવતી હોય,રોડપર સામાન રાખીને ગીચતા ઉભી કરવામાં આવતી હોય, છાંયો રહે તે માટે પડદા ઉંચા બાંધવાનું કહેવા છતાંય નીચે બાંધવામાં આવતા હોવાનું જોવા મળેલ.ચિફ ઓફિસર દ્વારા કડક કાર્યવાહી ની ચેતવણી આપ્યા બાદ આજે પોલીસ ડ્રાઇવ ગોઠવવામા આવીહતી.નીચા પડદા ને ઉંચા લેવરાવ્યાં હતા.દબાણકારો ને ફરીને મર્યાદામા રહેવા તાકીદકરી હતી.
ખુદ ફૌજદાર તમારી પાસે આવ્યા છે,
શુ કામ છે?
પોલીસ ડ્રાઇવ ને લઈ બકાલુ વેંચતા એક વૃદ્ધા એ અમોને પરેશાન કરવા નું બંધ કરો,અમોને ત્યાં પોલીસ સ્ટેશન બધા ને લઈ જાવ તેવી વેદના ઠાલવી હતી.આ સમયે ડી.પી.ખાંભલા એ વૃદ્ધા ને કહ્યું હતું બોલો શુ કામ છે,ખુદ ફૌજદાર તમારી પાસે વેદના સાંભળવા આવ્યા છીએ.અધિકારી એ જણાવ્યું હતુ કે અમો સંવેદના સભર છીએ પરંતુ જે કાર્યવાહી કરી રહ્યાછીએ તે કાયદા અનુસાર સામુહિક હિત માટે કરી રહ્યા છીએ.

રિલેટેડ ન્યૂઝ