સૌરાષ્ટ્ર-કચ્છની 7 મનપા, 3ર ન.પા. અને 1ર જિલ્લા પંચાયતની થશે ચુંટણી

ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા ગોઠવવા લાગ્યા એજન્ડા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે.
ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી પ્રસિઘ્ધ ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો સાત મહાનગર પાલીકા, 3ર નગર પાલીકા અને 1ર જિલ્લા પંચાયતની ચુંટણી થવાની છે.
સૌરાષ્ટ્ર-કચ્છની આટલી તાલુકા પંચાયતની ચુંટણી
અમરેલી-અમરેલી, લીલીયા -અમરેલી, લાઠી-અમરેલી, બાબરા-અમરેલી, કુંકાવાવ વડીયા-અમરેલી, બગસરા-અમરેલી, ધારી-અમરેલી, ખાંભા-અમરેલી, રાજુલા-અમરેલી, જાફરાબાદ-અમરેલી, સાવરકુંડલા-અમરેલી, સિહોર-ભાવનગર, જેસર-ભાવનગર, વલ્લભીપુર-ભાવનગર, પાલીતાણા-ભાવનગર, ગારીયાધાર-ભાવનગર, ભાવનગર ગ્રામ્ય- ભાવનગર, મહુવા-ભાવનગર, ઘોઘા-ભાવનગર, ઉમરાળા-ભાવનગર, તળાજા-ભાવનગર, રાણપુર-બોટાદ, બોટાદ-બોટાદ,ખંભાળીયા-દેવભુમી દ્વારકા, કલ્યાણ-દેવભુમી દ્વારકા, કલ્યાણપુર-દેવભુમી દ્વારકા ભાણવડ-દેવભુમી દ્વારકા, દ્વારકા-દેવભુમી દ્વારકા, વેરાવળ-ગીરસોમનાથ, ગીરગઢડા-ગીરસોમનાથ, તાલાલા-ગીરસોમનાથ, કોડીનાર-ગીરસોમનાથ, ઉના-ગીરસોમનાથ, સુત્રાપાડા-ગીરસોમનાથ, ધ્રોલ- જામનગર, જોડીયા – જામનગર,જામનોધપુર- જામનગર, જામનગર- જામનગર, લાલપુર- જામનગર, કાલાવડ- જામનગર, ભેંસાણ- જુનાગઢ, વિસાવદર- જુનાગઢ, વંથલી- જુનાગઢ, માંગરોળ- જુનાગઢ, કેશોદ- જુનાગઢ, મેંદરડા- જુનાગઢ,માળીયા હાટીના- જુનાગઢ, માણાવદર – જુનાગઢ, અબડાસા-કચ્છ, અંજાર-કચ્છ, ભચાઉ-કચ્છ, માંડવી(કચ્છ)-કચ્છ, મુંદ્રા-કચ્છ,લખપત-કચ્છ, રાપર-કચ્છ,ભુજ-કચ્છ, નખત્રાણા-કચ્છ, મોરબી-મોરબી, માળીયા મિંયાણા-મોરબી, ટંકારા-મોરબી, વાંકાનેર-મોરબી, હળવદ-મોરબી,પોરબંદર-પોરબંદર, કુતીયાણા-પોરબંદર, રાણાવાવ-પોરબંદર, જામકંડોરણા-રાજકોટ, વિંછીયા-રાજકોટ, પડધરી-રાજકોટ, લોધીકા-રાજકોટ, જેતપુર-રાજકોટ, ધોરાજી-રાજકોટ, રાજકોટ-રાજકોટ, ઉપલેટા-રાજકોટ, જસદણ-રાજકોટ, કોટડા સાંગાણી-રાજકોટ,ગોંડલ-રાજકોટ, સાયલા-સુરેન્દ્રનગર, થાનગઢ-સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર, ચોટીલા-સુરેન્દ્રનગર, મુળી-સુરેન્દ્રનગર, વઢવાણ-સુરેન્દ્રનગર, લખતર-સુરેન્દ્રનગર, દસાડા-સુરેન્દ્રનગર, લીંબડી-સુરેન્દ્રનગર, ચુડા-સુરેન્દ્રનગર,
સૌરાષ્ટ્ર-કચ્છની આટલી જિલ્લા પંચાયતની ચુંટણી યોજાશે
રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર, ગીર સોમનાથ, દેવભુમી દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, કચ્છ
સૌરાષ્ટ્ર-કચ્છની આટલી નગર પાલીકામાં ચુંટણી યોજાશે
અમરેલી-અમરેલી, બાબરા-અમરેલી, બગસરા-અમરેલી, દામનગર-અમરેલી, ધારી-અમરેલી, સાવરકુંડલા-અમરેલી, ભુજ-કચ્છ, અંજાર-કચ્છ, માંડવી-કચ્છ, મુંદ્રા-બારોઇ-કચ્છ, નખત્રાણા-કચ્છ, વેરાવળ-ગીર સોમનાથ, તાલાલ-ગીર સોમનાથ, સુત્રાપાડા-ગીર સોમનાથ, ઉના-ગીર સોમનાથ, સિક્કા-જામનગર, કેશોદ-જુનાગઢ, ખંભાળીયા-દેવભુમી દ્વારકા, જામરાવલ-દેવભુમી દ્વારકા, બોટાદ-બોટાદ, બરવાળા-બોટાદ, મહુવા -ભાવનગર, પાલીતાણા-ભાવનગર, વલ્લભીપુર-ભાવનગર, ટંકારા-મોરબી, વાંકાનેર-મોરબી, માળીયા મિંયાણા-મોરબી, ગોંડલ-રાજકોટ, લીંબડી-સુરેન્દ્રનગર, ચોટીલા-સુરેન્દ્રનગર, પાટડી-સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર

રિલેટેડ ન્યૂઝ