રાજકોટમાં બદલીથી નવા આવેલા 12 પીઆઇને પોસ્ટીંગ: 7ની આંતરીક બદલી

જે.એમ. કૈલા, ડી.એમ. હરીપરા, ખાસ શાખાના જી.એસ. ચૌહાણ, એચ.એન. પટેલ બદલ્યા

શહેર પોલીસ તંત્રમાં તાજેતરમાં બદલી પામેલા પીઆઈને છુટા કરવામાં આવ્યા છે. જ્યારે નવા હાજર થયેલા પીઆઈને નીમણુંક અપાઈ છે. સાથો સાથ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો ઘાણવો પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ કાઢ્યો છે. એક સાથે 19 બિન-હથિયારી પીઆઈ બદલી અને નવી નિમણૂંકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારમાં અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 12 અઅધિકારીઓને વિવિધ પો લીસ સ્ટેશનો અને શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે શહેરમાં જ ફરજ બજાવતા 7 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી રાજકોટ ખાતે બદલી પામેલા 12 પોલીસ ઈન્સ્પેક્ટરોને શહેરના મહત્વના ગણાતા પોલીસ સ્ટેશનોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ખેડાથી આવેલા પીઆઈ જે.વી.વાઢીયાને એ-ડિવિઝન, તાપીથી આવેલા એસ.પી. સોઢાને થોરાળા, દેવભૂમિ દ્વારકાથી આવેલા એમ. ડી. મકવાણાને પ્રધુમનનગર અને સુરત શહેરથી આવેલા જે. જે. હળવદીયાને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાથી આવેલા કે. કે. ગોહિલને એએચટીયુ, વડોદરા શહેરના જે. ડી. પરમારને ભક્તિનગર, સુરતથી આવેલ એમ.બી. વાછાણીને લાયસન્સ બ્રાન્ચ અને ભરૂચથી આવેલા એસ.ડી.ફુલતરીયાને સાયબર ક્રાઈમની જવાબદારી સોંપાઈ છે. મહિલા અધિકારીઓમાં જૂનાગઢથી આવેલા એફ.પી.ગઢવીને ગાંધીગ્રામ, ગીર સોમનાથના ડો.એ.એલ. વરચંદને ખાસ શાખા અને પંચમહાલથી આવેલા એસ.બી.બુટીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે. જ્યારે સોરઠચોકીથી આવેલા પીઆઈ આર.ડી.પરમારને એમઓબીમાં મુકવામાં આવ્યા છે.શહેરમાં કાર્યરત 7 પીઆઈની પણ આંતરિક બદલીના આદેશ અપાયા છે. ગાંધીગ્રામમાં ફરજ બજાવતા એસ.આર. મેઘાણીને તાલુકા પોલીસ અને યુની. પોલીસ મથકના એચ.એન. પટેલને આજીડેમ પોલીસ મથકમાં મોકલવમાં આવ્યા છે. તાલુકા પોલીસ મથકના ડી.એમ.હરિપરાને સાયબર (ફર્સ્ટ), પ્ર.નગરના વી.આર. વસાવાનેને કુવાડવા રોડ પોલીસ અને ખાસ શાખાના જી.આર. ચૌહાણની બી.ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રીડર શાખાના કે.પી. તરેટીયાને એરપોર્ટ અને સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર પેલીસ સ્ટેશનમાં ફરજ સોંપવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થાને હાજર થવા સુચના આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ