એથ્લેટિકસ રિલે નેશનલ સ્પર્ધામાં અમરેલીના ખેલાડીઓની સિધ્ધી

એથ્લેટિક્સ નેશનલ ઓપન રિલે મિક્સ અંડર-20 ચેમ્પયનશિપ સ્પર્ધાનું આયોજન ચંડીગઢ મુકામે ગત તા. 26 થી 29 માર્ચના રોજ થયેલ હતું. આ સ્પર્ધામાં દેશનાં જુદા-જુદા રાજયમાંથી બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી અમરેલીની જાણીતી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડી નકુમ માર્ગીબેન એ 4સ400 મીટર રિલે ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરીને કાંસ્ય પદક જીતીને ગૌરવપૂર્ણ ક્ષણરૂપ સિદ્ધિમાં ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ સાબિત કર્યું છે. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડી, તેમજ કોચ વ્યાસ મિલનભાઈ અને ટ્રેનર બાંભણીયા પૂજાબેન અને પાટડીયા વૈશાલીબેનને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

રિલેટેડ ન્યૂઝ