ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક, એચડીએફસી બેંકને યુરોમની પ્રાઇવેટ બેન્કિંગ એવોર્ડ્સ 2026માં ‘ભારતની સૌથી સુરક્ષિત ખાનગી બેંક’ અને ‘પ્રીમિયર બેન્કિંગ માટે ભારતની સર્વશ્રેષ્ઠ બેંક’ જાહેર કરવામાં આવી છે. આ એવોર્ડ્સનું આયોજન યુરોમની મેગેઝિન દ્વારા કરવામાં આવ્યું હતું.
યુરોમનીએ પોતાની વેબસાઇટ પરલખ્યું છે: સૌથી સુરક્ષિત ખાનગી બેંક: એચડીએફસી બેંક
ભારતની સૌથી સુરક્ષિત ખાનગી બેંક તરીકેની એચડીએફસી બેંકની માન્યતા તેની ક્ષમતાના ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે: તેની મૂડી સ્થિતિસ્થાપકતા, ધિરાણના જોખમ પ્રત્યેનો શિસ્તબદ્ધ અભિગમ અને જોખમ સહન કરી શકે તેવાસુદૃઢ પાયા માટે સંસ્થાગતકટિબદ્ધતા.
પ્રીમિયર બેન્કિંગ માટે સર્વશ્રેષ્ઠ: એચડીએફસી બેંક
એચડીએફસી બેંકે આ વર્ષે પ્રીમિયર બેન્કિંગ માટે ભારતમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકેનું બહુમાન હાંસલ કર્યું છે, જેમાંતેને તેનાકાર્યદેખાવ, ઉત્પાદનોની ગહનતા, ડિજિટલ ક્ષમતા અને માનવ સંસાધનના વિકાસમાં તેણે સાધેલી નિરંતરપણે પ્રગતિનુંસમર્થન પ્રાપ્ત થયું છે.
