મધ્ય પૂર્વના યુધ્ધને કારણે દુનિયાભરમાં પેટ્રોલીયમ સંકટ સર્જાયું છે ત્યારે ભારતમાં આજે રાંધણગેસ ઉપરાંત જેટ ફ્યુઅલ (વિમાની ઇંધણ)માં મોટો ભાવવધારો કરવામાં આવ્યો છે તેના પગલે આવતા દિવસોમાં વિમાન પ્રવાસ મોંઘો થવાના એંધાણ છે.
પેટ્રોલીયમ કંપનીઓએ લાગૂ કરેલા નવા ભાવ મુજબ દિલ્હી એરપોર્ટ પર એક કિલો લીટર વિમાની ઇંધણની કિંમત બે લાખને પાર થઇ છે. નવો ભાવ 207341 થયો છે. ગત મહિને આ ભાવ માત્ર 96638 હતો. એક જ મહિનામાં 114 ટકાનો વધારો થઇ ગયો છે. ચેન્નઇ તથા કોલકત્તા એરપોર્ટે પણ કિંમત બે લાખને પાર થઇ છે. મુંબઇ એરપોર્ટ પર 194968 છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય વિમાનો માટે ઇંધણની કિંમત પ્રથમ વખત 1000 ડોલરને પાર થઇ છે. એક મહિનામાં ડબલ થઇ છે. દિલ્હીમાં 1600 ડોલર તથા મુંબઇમાં 1727 ડોલર થઇ છે.
ATF નો ભાવ અમારા કંટ્રોલમાં નથી:સરકાર
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ૧ એપ્રિલ, ૨૦૨૬થી એર ટર્બાઇન યુલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ૧૦૦ ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો છે. જોકે, સ્થાનિક હવાઈ મુસાફરોને મોટી રાહત આપતાં સરકારે જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટ પર એરલાઇન્સ પર માત્ર ૨૫ ટકા જેટલો જ આંશિક ભાવવધારો લાદૃવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકો પર વધુ બોજ ન પડે. પરંતુ, આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી કરતાં લોકોએ છ્હ્લના પૂરેપૂરા વધેલા ભાવ ચૂકવવા પડશે, જેની સીધી અસર વિદૃેશી પ્રવાસના બજેટ પર પડશે.
