ચૂંટણી પહેલા જ અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી
પોરબંદરના એક ડઝન નાયબ મામલતદારોની બદલી થઇ છે.
પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા વહીવટી સરળતા અને સગવડતા ખાતર જિલ્લામાં મહેસુલી મહેકમે ફરજ બજાવતા એક સામટા 12 નાયબ મામલતદારોની બદલીના હુકમો કરવામાં આવેલ છે. જેમાં ડી.આર. ગર જમીનશાખા-3 કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા હતા તેઓને સર્કલ ઓફિસર મામલતદાર કચેરી રાણાવાવ ખાતે ખાલી જગ્યાએ મૂકવામાં આવેલ છે., ડી.એ. પટેલ નાયબ મામલતદાર જમીન શાખા પ્રાંત કચેરી પોરબંદર ખાતે હતા તેઓને નાયબ મામલતદાર જમીન -2 શાખા મામલતદાર કચેરી કુતિયાણા ખાલીજગ્યાએ અને કામગીરી ફેરફારથી જમીન -3 શાખા કલેકટર કચેરી પોરબંદર મુકેલ છે.
વી.બી. માવદીયા, સર્કલ ઓફિસર મામલતદાર કચેરી પોરબંદર શહેરને નાયબ મામલતદાર, સુપર મામલતદાર કચેરી પોરબંદર શહેર એચ.એમ. બારૈયાની અવેજીમાં મૂકેલ છે. એચ.એમ. બારૈયા નાયબ મામતલદાર સુપર મામલતદાર કચેરી પોરબંદર શહેરની બદલી નાયબ મામલતદાર, મધ્યાહન ભોજન યોજના (હિસાબી) શાખા મામલતદાર કચેરી કુતિયાણા ખાલીજગ્યાએ કામગીરી, પી.એ.ટુ. કલેકટર કલેકટર કચેરી પોરબંદર મૂકેલ છે.
સી.ટી. સોલંકી, નાયબ મામલતદાર ઇ ધરા-1 શાખા મામલતદાર કચેરી પોરબંદર ગ્રામ્યને બદલી સર્કલ ઓફિસર મામલતદાર કચેરી પોરબંદર (શહેર) વી.બી. માવદીયાની જગ્યાએ મૂકેલ છે. શ્રી આઇ. પી. ખુટ નાયબ મામલતદાર ઇ ધરા -1 શાખા મામલતદાર કેચેરી કુતિયાણાને ઇ-ધરા 2 શાખા મામલતદાર કચેરી પોરબંદર (ગ્રામ્ય) ખાલી જગ્યાએ મૂકેલ છે.
એચ.બી. કણઝારીયા, નાયબ મામલતદાર મતદાર યાદી શાખા મામલતદાર કચેરી કુતિયાણાને બદલી નાયબ મામલતદાર વહીવટીશાખા મામલતદાર કચેરી પોરબંદર (ગ્રામ્ય) ખાલી જગ્યાએ મુકેલ છે.
એ.એચ. રાજ્યગુરુ નાયબ મામલતદાર હિસાબી શાખા કલેકટર કચેરી પોરબંદરને બદલી નાયબ મામલતદાર જમીન-2 શાખા મામલતદાર કચેરી રાણાવાવ ખાલી જગ્યાએ મુકેલ છેે.
બી.બી. જાડેજા નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના (હિસાબી શાખા) કલેકટર કચેરી પોરબંદરને બદલી નાયબ મામલતદાર વહીવટી શાખા મામલતદાર કચેરી રાણાવાવ (ખાલી જગ્યાએ) મૂકવામાં આવેલ છે.
આર. જે. પારેજીયા નાયબ મામલતદાર મેજસ્ટ્રીયલ શાખા મામલતદાર કચેરી રાણાવાવને બદલી નાયબ મામલતદાર પુરવઠા શાખા મામલતદાર કચેરી રાણાવાવ ખાલી જગ્યાએ મુકવામાં આવેલ છે.
પી.એચ. સોલંકી નાયબ મામલતદાર મભોયો શાખા મામલતદાર કચેરી કુતિયાણાને બદલી નાયબ મામલતદાર સુપર, મામલતદાર કચેરી કુતિયાણા (ખાલીજગ્યા)એ મૂકવામાં આવેલ છે.
જી. જી. માંડલીયા નાયબ માલતદાર એ.ટી.વી.ટી. શાખા મામલતદા કચેરી કુતિયાણાને બદલી નાયબ મામલતદાર મેજીસ્ટ્રેટ શાખા મામલતદાર કચેરી કુતિયાણા ખાલી જગ્યાએ મુકવામાં આવેલ છે.
કલેકટર ધાનાણીએ ઉપરોકત હુકમની તાત્કાલિક અને ચુસ્તપણે અમલવારી કરવાની છે. તેવુ જણાવેલ છે. બદલી પામેલ કર્મચારીઓને સબંધિત કચેરીના વડાએ છૂટા કરી કલેકટર કચેરીએ અહેવાલ કરવા સૂચના આપેલ છે.
ખાલી પડતી જગ્યાના ચાર્જની વ્યવસ્થા જે તે કચેરીના વડાએ યોગ્ય કરવાની સૂચના આપવામાં આવેલ છે.
