જ્વલનશીલ પદૃાર્થ, સાત સ્માર્ટફોન, ૨૪ પત્રિકાઓ, આધારકાર્ડ જપ્ત
સલૂનની આડમાં આતંકી હુમલાનું ષડયંત્ર
દૃેશમાં મોટી આતંકી ઘટનાના કાવતરાનો પર્દૃાફાશ કરતાં યુપી એટીએસને લખનઉમાં મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય લખનઉના ચારબાગમાં બ્લાસ્ટ કરવા આવ્યા હતા, પરંતુ તે પહેલા જ એટીએસ્ો તેમને ઝડપી પાડ્યા હતા. આ પૈકી બે આતંકીઓ મેરઠના અને બે નોઈડાના રહેવાસી છે. ધરપકડ કરાયેલા તમામ આતંકીઓ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા.
ધરપકડ કરાયેલા આતંકીઓમાં મુખ્ય આરોપી નાઈ તરીકે કામ કરતો હતો, જે તેની આડમાં દૃેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહૃાો હતો. એટીએસને આતંકીઓ લખનઉમાં હોવાની માહિતી મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચારેય આતંકીઓની ધરપકડ દૃરમિયાન છ્જીએ તેમની પાસેથી એક કેન જ્વલનશીલ પદૃાર્થ, સાત સ્માર્ટફોન, ૨૪ પત્રિકાઓ અને આધાર કાર્ડ જપ્ત કર્યા છે.
ઉત્તર પ્રદૃેશ પોલીસે જણાવ્યું કે, દૃેશમાં દૃહેશત ફેલાવવાની તૈયારીમાં લાગેલા મેરઠના અગવાનપુર ગામ, પરીક્ષિતગઢ વિસ્તારના સાકિબ ઉર્ફે ડેવિડ (૨૫), મેરઠના અરબાબ (૨૦), ગૌતમબુદ્ધ નગરના રામ વિહાર નિવાસી વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક (૨૭) અને રામ વિહાર કોલોની ગૌતમબુદ્ધ નગરના જ લોકેશ ઉર્ફે પોપલા પંડિત ઉર્ફે બાબુ ઉર્ફે સંજુ (૧૯) ને શુક્રવારે લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી છે.
એટીએસ મુજબ, આ ચારેય શુક્રવારે લખનઉ પહોંચ્યા હતા અને સાથે મળીને લખનઉ રેલવે સ્ટેશન પાસે રેલવે સિગ્નલ અને રેલવેની મિલકતોને આગચંપી અથવા વિસ્ફોટ દ્વારા નુકસાન પહોંચાડવા જઈ રહૃાા હતા. તે પહેલા જ છ્જીએ તેમની ધરપકડ કરી લીધી. એટીએસને માહિતી મળી હતી કે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા એક ભારતીય ગેંગ પાકિસ્તાની હેન્ડલરના સતત સંપર્કમાં છે અને દૃેશ વિરોધી ગતિવિધિઓ ચલાવી રહી છે. ગેંગનો મુખ્ય હેતુ દૃેશની મહત્વની સંસ્થાઓ અને રાજકીય વ્યક્તિઓની રેકી કરીને માહિતી પાકિસ્તાની હેન્ડલરને આપવી અને યોજના બનાવીને તેમને નુકસાન પહોંચાડવાનો છે.
એટીએસ્ોએ સાકિબ ઉર્ફે ડેવિલ (૨૫ વર્ષ) પુત્ર શકીલ અહેમદૃ, અરબાબ (૨૦ વર્ષ) પુત્ર રહીશુદ્દીન રહેવાસી અગવાનપુર, પરીક્ષિતગઢ જિલ્લો મેરઠ, ૨૭ વર્ષીય વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક પુત્ર રવિન્દ્ર રહેવાસી રામ વિહાર, લોકેશ ઉર્ફે પપલાત (૧૯ વર્ષ) પુત્ર રોહતાશ શર્મા રહેવાસી રામ વિહાર કોલોની, છપરૌલા જિલ્લો નોઈડાની ધરપકડ કરી છે. એટીએસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકીઓએ ભૂતકાળમાં કેટલીક જગ્યાએ આગચંપીની ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો. ઘટના બાદૃ આતંકીઓ વીડિયો બનાવીને પાકિસ્તાની હેન્ડલર્સને મોકલતા હતા અને ક્યુઆર કોડના માધ્યમથી પૈસા મંગાવતા હતા.
