ઈરાન વિશે અપશબ્દૃનો પ્રયોગ કરતા ટ્રમ્પ વિવાદમાં
ઈરાન વિરુદ્ધ અપશબ્દૃ બોલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફસાઈ ગયા છે. અમેરિકામાં વિપક્ષી સાંસદૃો તરફથી તેમની વિરુદ્ધ ૨૫મા સંશોધન હેઠળ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ ઉગ્ર બની છે. ઓછામાં ઓછા ૫ સાંસદૃોએ ટ્રમ્પને હટાવવા માટે આ કાયદૃાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. આ સાંસદૃોનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના કર્યત્વોને નિભાવવામાં અક્ષમ છે. તેમને ખુરશીમાંથી હટાવવાનો એકમાત્ર વિકલ્પ છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિને હટાવવા કે હટવાને લઈને ૨૫મા સંશોધનમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ કાયદૃા હેઠળ જો રાષ્ટ્રપતિને હટાવવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ બાકી સમય માટે તેમનો કાર્યભાર ગ્રહણ કરે છે.સીનેટ અને કોંગ્રેસના જો ૨/૩ સભ્યો આ પ્રસ્તાવને મંજૂર કરે તો રાષ્ટ્રપતિએ ખુરશી છોડવી પડે છે. એક્સપ્રેસ યુકે પ્રમાણે ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ વિવાદૃાસ્પદૃ નિવેદૃન આપ્યા બાદૃ ત્રણ દિૃવસની રજા લીધી છે.
