દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ચૂંટણીપંચ અત્યંત કડક છે અને દરેક બાબતોની સમિક્ષા કરી રહી છે તેવા સમયે એક સમિક્ષા બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમાર અને ઉત્તર પ્રદેશ કેડરના આઇએએસ અધિકારી અનુરાગ યાદવ વચ્ચે ઉગ્ર માથાકુટ થતાં સનસનાટી મચી છે. આ ઘટના બાદ આઇએએસ અધિકારીને ચૂંટણી ઓબ્ઝર્વેર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે અનુરાગ યાદવને બંગાળના કુચ બિહારમાં ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સમિક્ષા બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્ર્નરે પોલીંગ બુથ સહિતના સવાલ કર્યા હતા ત્યારે જવાબ આપવામાં ઢીલ થતાં મામલો બીચક્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમારે આકરી ટીપ્પણી કરતાં આઇએએસ અધિકારી અનુરાગ યાદવ પણ ઉશ્કેરાયા હતા અને કડક શબ્દોમાં એમ કહી દીધું હતું કે તને અમારી સાથે આ રીતે વાત ન કરી શકો, મેં પણ આ સેવામાં 25 વર્ષ પસાર કર્યા છે. વર્ચ્યુઅલ મીટીંગમાં આ ઘટનાને પગલે ઉપસ્થિત અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. જો કે બેઠકમાં પછી અન્ય બાબતોની ચર્ચા ચાલુ રાખવામાં આવી હતી. બેઠક બાદ ચૂંટણી કમિશ્ર્નરે કડક એક્શન લીધું હોય તેમ આઇએએસ અધિકારીને ચૂંટણી ઓર્બ્ઝવર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે એલપીજીની જથ્થાબંધ ફાળવણી લંબાવી
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ પુરવઠાની બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે ઔદ્યોગિક વપરાશ માટે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ... -
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પોતાની નવી ફંડ ઓફરિંગ – એક્સિસ નિફ્ટી... -
ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં વડાપ્રધાન મોદૃીની ૬ ગેરંટી
બંગાળમાં દરેક દૃુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ હલ્દિૃયામાં જનસભા ગજવીને...
