સાવરકુંડલામાં ગેસની પાઇપ લાઇનના લીકેજીંગ સંશોધનની કામગીરી ધીમી થતા લોકોને પરેશાની

કર્મચારીઓ તોછડું વર્તન કરતા હોવાની ફરિયાદો

સાવરકુંડલા શહેરમાં ગુજરાત ગેસ ની પાઇપલાઇન ના લીકેજિંગ સંશોધનની કામગીરી ધીમી અને અયોગ્ય પદ્ધતિથી થતા સ્થાનિકો નારાજ છે. કર્મચારીઓનું તોછડું વર્તન હોવાની ફરીયાદો થઇ છે.
ચંદ્રમૌલી સોસાયટી. ગજાનંદ પાર્ક અને સહજાનંદ નગર વિસ્તારમાં ગુજરાત ગેસ તરફથી ગેસ લીકેજિંગના છેલ્લા બે મહિનાથી ખાડાઓ કરી તપાસવામાં આવી રહ્યું છે આશરે આ વિસ્તારમાં 50 ઉપરના ખાડાઓ કર્યા છે હજુ કામ ચાલુ જ છે સ્થાનિકોનું એવું કહેવાનું છે કે ખાડાઓ કર્યા પછી તેને યોગ્ય રીતે પુરાણ કરવામાં નથી આવતું અને સીસી રોડ તોડવાની પરમિશન લીધી છે કે કેમ તે પણ એક શંકાસ્પદ બાબત છે.
સ્થાનિકોનું એવું કહેવું છે કે કામ પૂર્ણ થાય એટલે ખાડાઓને યોગ્ય રીતે પુરાણ કરી સીસી રોડ બનાવી આપવો પરંતુ કામ કરનારા કામદારો સ્થાનિકો સાથે ગેરવર્તન કરે છે તોછડા જવાબો આપે છે. સ્થાનિકોએ ગુજરાત ગેસની અમરેલી અને સાવરકુંડલા ઓફિસના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી પરંતુ યોગ્ય જવાબ અને રિસ્પોન્સ નહીં મળતા વારંવાર નારાજગી દેખાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ