ઓહોહોહો… આરએમસીની ચુંટણી લડવા માટે અધધધ… પપ4 ઉમેદવારોનો રાફડો ફાટયો

ડમી સહિત ભાજપમાંથી ર43, કોંગ્રેસમાંથી 144, આપ પાર્ટીમાંથી 1ર9, બહુજન સમાજ પાર્ટીમાંથી 10 અને ર8 અપક્ષોએ ભર્યા નામાંકન પત્ર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 11મી એપ્રિલે પૂર્ણ થઈ છે. આ દરમિયાન 18 વોર્ડની બેઠકો માટે કુલ 554 નામાંકન ફોર્મ ભરવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા સૌથી વધુ 243 ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી 144 ફોર્મ, આમ આદમી પાર્ટી દ્વારા 129 ફોર્મ, બહુજન સમાજ પાર્ટી તરફથી 10 અને અપક્ષ તથા અન્ય ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે.

વોર્ડ વાઈઝ વિગત જોઈએ તો

વોર્ડ નંબર- 1 :  કુલ 32 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 8, આપના 6 અને 2 અપક્ષનો સમાવેશ થાય છે. 
વોર્ડ નંબર - 2 : કુલ 32 ફોર્મ આવ્યા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 7, આપના 7 અને 2 અપક્ષ છે. 
વોર્ડ નંબર 3 : કુલ 38 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 12, આપના 8 અને 2 અપક્ષ ઉમેદવારો છે. 
વોર્ડ નંબર 4 :  સૌથી વધુ 39 ફોર્મ નોંધાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 8, આપના 10, બીએસપીના 1 અને 4 અપક્ષોએ દાવેદારી કરી છે. 
વોર્ડ નંબર 5: કુલ 33 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 8, આપના 8 અને 1 અપક્ષ છે. 
વોર્ડ નંબર 6 : કુલ 33 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 17, કોંગ્રેસના 8 અને આપના 8 ફોર્મનો સમાવેશ થાય છે. 
વોર્ડ નંબર 7 : 30 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં ભાજપના 18, કોંગ્રેસના 8 અને આપના 4 ફોર્મ છે. 
વોર્ડ નંબર 8 : 33 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 6, આપના 9 અને 2 બીએસપીના ફોર્મ છે. 
વોર્ડ નંબર 9 :  કુલ 28 ફોર્મ છે, જેમાં ભાજપના 14, કોંગ્રેસના 5, આપના 8 અને 1 અપક્ષ ઉમેદવાર છે. 
વોર્ડ નંબર 10 : 25 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 8, આપના 4, બીએસપીના 1 અને 2 અપક્ષ છે. 
વોર્ડ નંબર 11 : 29 ફોર્મ આવ્યા છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 8, આપના 8, બીએસપીના 1 અને 2 અપક્ષ છે. 
વોર્ડ નંબર 12 : 26 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 8 અને આપના 8 ઉમેદવારો છે. 
વોર્ડ નંબર 13 : 34 ફોર્મ નોંધાયા છે, જેમાં ભાજપના 15, કોંગ્રેસના 8, આપના 7, બીએસપીના 3 અને 1 અપક્ષ છે. 
વોર્ડ નંબર 14 : 30 ફોર્મ છે, જેમાં ભાજપના 13, કોંગ્રેસના 8, આપના 7 અને 2 અપક્ષ છે. 
વોર્ડ નંબર 15 : 35 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 15, કોંગ્રેસના 11, આપના 3, બીએસપીના 1 અને 5 અપક્ષનો સમાવેશ થાય છે.  
વોર્ડ નંબર 16 : 26 ફોર્મ આવ્યા છે, જેમાં ભાજપના 8, કોંગ્રેસના 8, આપના 8 અને 2 અપક્ષ છે. 
વોર્ડ નંબર 17 :  કુલ 25 ફોર્મ છે, જેમાં ભાજપના 8, કોંગ્રેસના 8, આપના 8 અને 1 અપક્ષ છે. 
વોર્ડ નંબર 18 : 26 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 9, કોંગ્રેસના 7, આપના 8, બીએસપીના 1 અને 1 અપક્ષ ઉમેદવાર છે. 

રિલેટેડ ન્યૂઝ