વિરમગામ પાસે કેનાલમાં સ્નાન કરવા પડેલો યુવાન પત્નિ અને સસરાની નજર સામે ડુબી ગયો

પાળીયાદ માલનપરથી સાસરીયે ગયો હતો મૃતક

વિરમગામ તાલુકાના થોરી ગામે સુરધાન દાદાના દર્શન કરવા ગયેલા માલનપરના એક યુવક સાથે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કેનાલના કિનારે નાહવા અને કપડાં ધોવા ગયેલા યુવકનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પત્ની અને સસરાની નજર સામે જ યુવક પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગતો એવી છે કે રવિભાઈ દેનેશભાઈ ઉઘરેજીયા ઉં. 25થી 30 મુ. પાળિયાદ વિનોદભાઈ ભોલાભાઈ મીઠાપરા માલનપરના વતની અને કાળુ ગામે સાસરીમાં રોકાણ કરીને તેઓ વિરમગામ તાલુકાના થોરી ગમે સુરધાન દાદાના દર્શન કરવા જતા હતા ત્યારે કેનાલ કિનારે ન્હાવા અને કપડાં ધોવા જતા પગ લપસ્તા તેમના પત્ની અને સસરાએ બચાવવા માટે સાડલો નાંખ્યો હતો તેમ છતાં હાથમાં ના આવતા યુવક પાણીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ કડુ ગામના તેમજ કલમ ગામના સ્થાનિકોને થતાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવક ના મળતા સ્થાનિકો દ્વારા લખતર પોલીસને જાણ કરી હતી.લખતર પોલીસ દ્વારા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. પત્ની અને સસરાની નજર સામે જ બનેલી આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
અંતે, કોઈ ભાળ ન મળતા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના આધારે લખતર પોલીસે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કેનાલના પટ્ટામાં દૂર સુધી શોધખોળ વધારી છે.

રિલેટેડ ન્યૂઝ