છત્તીસગઢમાં સકતી જિલ્લામાં િંસધીતરાઇ ગામ સ્થિત વેદૃાંતાના પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઇલર ફાટતા ૯થી વધુ શ્રમિકોના મોત થયા હતા અન્ય ૪૦ જેટલા દૃાઝયા હોવાના અહેવાલો મળી રહૃાા છે પાવર પ્લાન્ટમાં બોઇલરમાં જોરદૃાર વિસ્ફોટ થયા બાદૃ ધુમાડો નિકળી રહેલો નજરે પડે છે.
તેમણે કહૃાું કે આ ૨૧મી સદૃીનો સૌથી મોટો નિર્ણય છે, જે નવા સંસદૃ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી શક્તિને સુનિશ્ર્ચિત કરશે
છત્તીસગઢમાં વેદૃાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં ૯થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને ૩૦થી ૪૦ શ્રમિકો દૃાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના સક્તિ જિલ્લામાં િંસઘીતરાઈ ગામમાં વેદૃાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહૃાા હતા. આ દૃરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદૃ જોરદૃાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.
ઘટનામાં ૯થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૦થી ૪૦ શ્રમિકો ગંભીર રીતે દૃાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૃૂર દૃૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદૃ આસપાસના ગામડાંઓમાં દૃહેશત ફેલાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી રહૃાા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી છે. પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ઘટનાના કારણોની તપાસ કરવાના આદૃેશ આપી દૃીધા છે. હાલ કેટલા લોકોના મોત થયા અને કેટલાક લોકોને ઈજા થઈ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. આ દૃુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી અથવા સુરક્ષામાં બેદૃરકારીને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળ વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે
