સનાતન ધર્મની રક્ષા કરવા સાધવી બહુલા સરસ્વતિજીએ વ્યક્ત કરેલી લાગણી
ભાણવડ ખાતે હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે વિરાટ હિન્દૂ સંમેલન યોજાયું હતું. જેમાં વક્તાઓએ સનાતન હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાની વાત ઉપર ભાર મુક્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય મુળુભાઈ સહિત હાજર રહ્યા હાતં. અત્રે રણજીત પરામાં હિન્દ ભગવત વ્યાયામ મંદિરના વિશાળ પટાંગણમાં સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી યશોવિજયજી મહારાજે પ્રવચનમાં આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે જેથી તેમનામાં વાલીઓએ સંસ્કારનું સિંચન કરવું જોઈએ વધુમાં સ્વામીજીએ બાળકોને ઘરમાં દરરોજ ગીતા, રામાયણ જેવા પુસ્તકોને વાચવાની અને સમજવાની ટેવ પાડવી જોઈએ. વધુમાં સાધવીજીએ સનાતન હિન્દુધર્મની રક્ષા માટે દરેક હ્નિદુઓએ મંદીરોમાં દર્શન માટે અવશ્ય જવું જોઈએ તેવી ટકોર કરી હતી. આ તકે ભાણવડના યુવા કથાકાર પિયુષભાઈ જાનીએ હિન્દુ સમાજમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ વધે તે માટે સૌએ જાગૃત થવું પડશે તેવી અપીલ કરી હતી. પોરબંદર જીલ્લા આર.એસ. એસ. પ્રચારક શૈલેશભાઈ ટેવાણીએ પણ રસપ્રદવાત કરી હતી.
