આજે સાવધાનીનું શિક્ષણ જરૂરી: અપુર્વમુની

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં લોકોની ભારે ભીડ

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય ’માનવ ઉત્કર્ષ મહોત્સવ’ના ત્રીજા દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હજારોની ઉપસ્થિતિમાં સંસ્કાર, સંચમ અને ચારિત્ર્યનો પ્રભાવશાળી સંદેશ ગુંજ્યો .હતો. આર્ય સંતાનો સાવધાન વિષય પર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા યુવાનોને જીવનમૂલ્યો તરફ જાગૃત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો.કાર્યક્રમની શરૂઆત સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધૂન-પ્રાર્થના અને વૈદિક પૂજનવિધિથી કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી અને દીપ પ્રાગટચથી વાતાવરણમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો. મહોત્સવમાં પધારનાર -શ્રોતાજનોનું એકાદશી નિમિત્તે ફરાળી -પ્રસાદકિટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેરક પ્રસ્તુતિએ પણ સૌને અભિભૂત કર્યા હતા.
પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજકોટનું રેસકોર્સ મેદાન માત્ર મનોરંજનનું સ્થળ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મનોપરિવર્તનનું શાસ્વત કેન્દ્ર બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં યુવાનો માટે સૌથી મોટો પડકાર પોતાનું ચારિત્ર્ય જાળવવાનો છે. ભૌતિક સુખસગવડો વચ્ચે સંસ્કાર અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે માત્ર સગવડો આપવાથી સંતાનનો વિકાસ થતો નથી, પરંતુ સાવધાની અને સંસ્કારનું શિક્ષણ આપવું પણ એટલું જ આવશ્યક છે.
સ્વામીએ વધુમાં જણાવ્યું કે આજના યુગમાં ટેક્નોલોજી અને સુવિધાઓનો વધતો પ્રભાવ હોવા છતાં આધ્યાત્મિકતા અને આંતરિક વિકાસનું મહત્વ ઓછું થવું જોઈએ નહીં. અર્ધે કરતાં જઈ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી કે મોબાઈલ અને શોર્ટકટની દોડમાં યુવાનો પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે, તેથી માતા-પિતાએ સંતાનોને યોગ્ય દિશા આપવી જરૂરી છે.વક્તવ્ય દરમિયાન સ્વામીએ અર્જુન, રાણી લક્ષ્મીબાઈ અને ચાણક્ય જેવા આદર્શ પાત્રોના ઉદાહરણો આપી યુવાનોને સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિ આપણને ઉન્નતિનો સાચો માર્ગ બતાવે છે અને તેને વિસરવું નહીં જોઈએ.કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સત્સંગદીક્ષા ગ્રંથનો 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરનારા રાજકોટના આશરે 400 બાલ-બાલિકાઓનું ભવ્ય સન્માન રહ્યું હતું. બાળકો દ્વારા ગવાયેલા પવિત્ર શ્લોકોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. આ પ્રસંગે પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે કોણ કહે છે કળિયુગ ચાલે છે, અહીં તો સતયુગનો અનુભવ થઈ રહ્યો છે.અંતમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ આવતીકાલે યોજાનારા સત્ય સનાતન દેશ હૈ મેરા વિષયક કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહી જીવનને નવી દિશા આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું. આ રીતે ’માનવ ઉત્કર્ષ મહોત્સવ’ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં સંસ્કાર જાગૃતિ લાવતું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ