બિહારમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ૭૫ વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બન્યા છે. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદૃના શપથ લીધા. રાજ્યપાલ સૈય્યદૃ અતા હસનૈને તેમને પદૃ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેમણે બિહારના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદૃના શપથ લીધા જ્યારે જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદૃ યાદૃવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. આજે ફક્ત આ ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા. આ ભવ્ય શપથગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ નીતિન નબીન, કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી ખાસ હાજર રહૃાા હતા. શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહૃાા. શપથ લેતા પહેલા સમ્રાટ ચૌધરી મંદિૃર ગયા અને ત્યાં પૂજાપાઠ પણ કર્યા હતા. મંગળવારે સાંજે ભાજપે આ વખતે વધુ ન ચોંકાવતા વિધાયક દૃળના નેતા તરીકે સમ્રાટ ચૌધરીને ચૂંટ્યા હતા. આ સાથે જ હવે બિહારમાં સમ્રાટ યુગ શરૂ થશે.
સમ્રાટ ચૌધરીના નામ પર નીતિશકુમાર પણ રાજી હતા. મંચ પરથી તેમણે અનેક વખત ઈશારામાં સમ્રાટને આગળ પણ વધારેલા હતા. સીએમ પદૃ મળ્યા બાદૃ સમ્રાટ ચૌધરીએ કહૃાું હતું કે વિધાયક દૃળની બેઠકમાં નીતિશકુમારે પોતે જ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમને આશીર્વાદૃ આપ્યા હતા. બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના ૨૪મા મુખ્યમંત્રી તરીકે પદૃ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સૈયદૃ અતા હસનૈને તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ મુખ્યમંત્રી પદૃની જવાબદૃારી સંભાળી હોય. સમ્રાટ ચૌધરીની સાથે ત્નડ્ઢેં ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદૃ યાદૃવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજના કાર્યક્રમમાં માત્ર આ ત્રણ નેતાઓના જ શપથ લેવામાં આવ્યા છે, શપથ સમારોહમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા નેતાઓ ઉપસ્થિત રહૃાા હતા.
