સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે જણાવ્યું હતું કે આંદામાન સમુદ્રમાં બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી એક નાવ પલટી જતાં બાળકો સહિત લગભગ 250 લોકો ગુમ થયા હોવાની આશંકા છે. બોટ (ટ્રોલર) દક્ષિણ બાંગ્લાદેશના ટેકનાફથી મલેશિયા જઈ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે ભારે પવન, તોફાની સમુદ્ર અને ઓવરલોડિંગને કારણે હોડી પલટી ગઈ, સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના ઉચ્ચ કમિશનર (ઞગઇંઈછ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું. હોડી ડૂબી જવાની આશંકા છે.
મ્યાનમારમાં સતાવેલા મુસ્લિમ લઘુમતી હજારો રોહિંગ્યા દર વર્ષે દરિયાઈ માર્ગે પોતાના જીવનું જોખમ લે છે અને તેમના દેશમાં દમન અને ગૃહયુદ્ધથી બચી જાય છે. તેઓ ઘણીવાર કામચલાઉ હોડીઓનો ઉપયોગ કરે છે.
