ધારાસભ્ય અરવિંદ લાડાણીની 550 લાખની ગ્રાંટ મંજૂર કર્યાની મોટી જાહેરાત
માણાવદર તાલુકાને જોડતા રસ્તા ના ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકી જોવા મળે છે તેથી ગ્રામજનો જણાવી રહ્યા છે જેમાં મૂળ માણાવદર થી જીલાણા, બૂરી, લીંબુડા થી સરાડીયા રીસરફેસિંગ આશરે 2021 માં મજૂર માં ગયેલ જેમાં માણાવદર થી જીલાણા, બૂરી લીંબુડા જેતે સમયે બનાવેલ એટલે 2022 માં બનાવેલ જે 4 વર્ષ માં ચીંથરે ચિંથરા ઉડાડ્યા હોય અત્યંત ખરાબ હાલત થઈ છે તેના ઉપર અનેક વખત થીંગડા મારવા પડ્યા એટલે 4 વર્ષ માં નવો રોડ ગાયબ કેમ થઈ ગયો તેવો પ્રશ્ન આમ જનત 4 કરી રહી છે.
આજ મંજૂર થયેલ રાડ માં લીબુડા થી સરાડીયા માં રસ્તો પહોળો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેમાં દબાણ ની કાર્યવાહી કરવા મહિનાઓ લાગ્યા સ્વાગત કાર્યક્રમ માં રજૂઆત કરવા છતાં માત્ર એવો જવાબ મળ્યો કે 3/9/25 થી દરખાસ્ત સરકાર માં કરવામાં આવી તેની સામે ધારાસભ્ય અરવિંદ લાડાની દ્વારા 16/9/25 માં મોટી જાહેરાત કરવામાં 550/ લાખ રૂપિયા ફાળવાઇ આવ્યા પણ આજે 6 મહિના પછી પણ રસ્તો ભયાનક સ્થિતિ જોવા મળે છે તેવી ગ્રામજનો જણાવી રહ્યા છે. લીંબુડા થી સરાડીયા રસ્તાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ઇમરજન્સી કે અન્ય વાહન ચાલકો લીંબુડા કે સરાડીયા આવવા જવા એટલે કમર તોડવાની, વાહન ખરાબ કરવાનું નુકસાની વેઠવી પડી છે.
લીંબુડા ગ્રામજનો 2024 માં અત્યાર સુધી આ રસ્તોની ફરિયાદો કરતા આવ્યા છે બબ્બે વર્ષથી હજી રસ્તો પૂર્ણ થતો નથી.
બીજી બાજુ માણાવદર થી જીલાણા બૂરી, લીંબુડા 4 વર્ષ પેહલા બનીયો તે તૂટી ગયો થીંગડા ના બિલો બની જાય છે પણ લીંબુડા થી સરાડીયા હજી કાગળ ઉપર કાર્યવાહી બતાવે છે જનતા ને આવા કારણે ધારાસભ્ય ઉપર જનતા ફિટકાર વરસાવે છે પ્રજા ન કામો ઓછા ને જાહેરાતો વધુ કરવા માં પાવરધા લોક નેતાઓ આમ જનતા સાથે થઈ રહેલ છેતરપીંડી થી વાજ આવી ગયા છે ચૂંટાયેલા નેતાઓ હથેળી માં ચાંદ બતાવવા ના બદલે સાચી કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
મુખ્યમંત્રી માણાવદર થી બુરી જીલાણા લીંબુડા સરાડીયા રસ્તો બનાવ્યો તેની વીજીલન્સ તપાસ કરવામાં આવે તે જરૂરી છે સરકારે ફાળવેલ રકમ જનહિત માં વપરાતી નથી તે સામે અને માણાવદર થી લીંબુડા નો રસ્તો 4 વર્ષ માં થીંગડા મારવા પડ્યા ળિંફ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જનતા ન પરસેવાના પૈસા વેડફાઈ છે આ રોડ માં ગેરંટી પીરીયડ કેટલો હતો તેઓ સામે શું કરવાહી કરી ગેરંટી પીરીયડ હતો તો થીંગડા ના બિલો ની તપાસ કરવામાં આવે તેવી આમ જનતા માં ચર્ચા થઈ રહી છે જનતા હવે આ રોડ રસ્તા ના કારણે વોટ બીજેપી ના બદલે અન્ય ને જીતાડવા માં આવશે તેવું વિચારી રહ્યા છે. ચૂંટણીમાં આની અસર દેખાશે તો નકકી છે.
