નખત્રાણાના દેવપર ગામ નજીક કાર અને ટ્રકના અકસ્માતમાં પતિ-પત્નિ, પુત્રીનું મોત

અમદાવાદથી સમુહલગ્નમાં હાજરી આપવા જતા કાળ ભેટયો: પરિવારમાં શોક

નખત્રાણા તાલુકાના દેવપર અને ધાવા વચ્ચે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતિ અને પુત્રીનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. મૂળ નખત્રાણાના હાલે અમદાવાદના નરોડામાં રહેતા 47 વર્ષિય ઘનશ્યામભાઈ અરજણભાઈ કેસરાણી અને તેમના પત્ની 45 વર્ષિય કલ્પનાબેન ઘનશ્યામભાઈ કેસરાણીનું ઘટના સ્થળે મોત થયું હતું, જયારે 23 વર્ષિય આશ્વિબેન ઘનશ્યામભાઈ કેસરાણીને ઈજાઓ થતા સારવાર માટે ભુજ લઈ જવાતા રસ્તામાં મોત થયું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ હતભાગી પરિવાર અમદાવાદથી નખત્રાણા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે કાર નં. જીજે01 – ડબ્લ્યુએચ – 3345 લઈને આવતો હતો ત્યારે સામેથી ટ્રક નં. જીજે12 – ડબ્લ્યુ – 6590 રોગસાઈડમાં આવીને કારમાં ભટકાતાં કારનો બુકડો બોલી ગયો હતો. ઘટના સ્થળે દંપત્તિ જયારે હોસ્પિટલમાં દીકરીનું મોત થયું હતું. આ બનાવમાં કારમાં સવાર ધનશ્યાભાઈના પિતા અરજણભાઈ કેસરાણીનો બચાવ થયો હતો. અકસ્માત ગુસ્ત ટ્રકનું આગળનું ટાયર ફાટેલું જોવા મળ્યું હતું. સંભવત: ટાયર ફાટતા ટ્રક બેકાબુ બની અને રોંગ સાઈડમાં આવી અને કાર સાથે અથડાતા અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

રિલેટેડ ન્યૂઝ