લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર

તરફેણમાં ૨૯૮ અન્ો વિરૂધ્ધમાં ૨૩૦ મત મળ્યા પણ બ્ો ત્ાૃતિયાંશ બહુમતી ન મળતા

વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી, ખૂબ દૃુર્ભાગ્યપ્ાૂર્ણ છે:કિરણ રિજ્જાુ
અમે બંધારણ પરના હુમલાન્ો ફગાવી દૃીધો:વિપક્ષના ન્ોતા રાહુલ ગાંધી

સંસદ પરિસરમાં ભાજપની મહિલા સાંસદૃોના વિપક્ષો વિરૂધ્ધ દૃેખાવો

લોકસભાના વિશેષ સત્રમાં બ્ો દિૃવસની ચર્ચાના અંત્ો આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (૧૭ એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા વિધેયક પર મતદૃાન કરાયું હતું, પરંતુ પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે ૫૨૮ સભ્યોએ મતદૃાન કર્યું છે. આ પૈકી તરફેણમાં ૨૯૮ મત પડ્યા છે, જ્યારે ૨૩૦ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આમ જરૂરી ૨/૩ બહુમતી ના મળતા મહિલા અનામત બિલ ૫૪ મતોથી નામંજૂર થયું હતું.આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદૃાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. જ્યારબાદૃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને આવતીકાલ (શનિવાર) સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દૃીધી છે. હવે લોકસભા શનિવારે સવારે ૧૧ વાગ્યે ફરી મળશે. કેન્દ્રની મોદૃી સરકાર પહેલીવાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ ગઈ છે.
આ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા સંસદૃીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ પર જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દૃુર્ભાગ્યપૂર્ણ છે. વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દૃીધી છે.
કોંગ્રેસના સાંસદૃ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહૃાું, ’આ મહિલા અનામત અંગે નહીં પરંતુ લોકશાહી વિશે હતું. અમે ક્યારેય સીમાંકનને મહિલા અનામત સાથે જોડવા માટે સંમત થઈ શકીએ નહીં. આ બિલ પસાર થાય તે શક્ય નહોતું. આ આપણા દૃેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે. જે લોકોએ હાથરસ, ઉન્નાવ અને મણિપુરમાં કોઈ કાર્યવાહી કરી ન હતી તેઓ મહિલા વિરોધી માનસિકતા વિશે વાત કરી રહૃાા છે?’
લોકસભાના સાંસદૃ રાહુલ ગાંધીએ કહે છે કે, ’અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દૃીધો છે. અમે સ્પષ્ટપણે કહૃાું છે કે આ મહિલા અનામત બિલ નથી, પરંતુ તે ભારતના રાજકીય માળખાને બદૃલવાનો એક માર્ગ છે.’
મહિલા અનામતથી જોડાયેલા ત્રણેય બિલ મતદૃાન દૃરમિયાન પસાર ના થયા. આ બિલના લોકસભામાં નાપાસ થયા બાદૃ ભાજપ અને દ્ગડ્ઢછની મહિલા સાંસદૃોએ વિપક્ષ વિરૂદ્ધ વિરોધ પ્રદૃર્શન કર્યું. સંસદૃના મકર દ્વારથી આ વિરોધ પ્રદૃર્શન શરૂ થયું. હવે ભાજપ અને દ્ગડ્ઢછમાં સામેલ પક્ષોના કાર્યકર્તાઓ કાલે એટલે કે ૧૮ એપ્રિલથી ઈન્ડિયા બ્લોકથી જોડાયેલી પાર્ટીઓના નેતાઓના ઘરની બહાર વિરોધ પ્રદૃર્શન કરશે.
સંસદૃીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહૃાું કે, આ મહિલાઓના સન્માન અને અધિકાર આપવાથી જોડાયેલું ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ બિલ હતું. તેના પર પરિણામ આવ્યા છે. વિપક્ષે તેમાં સાથ ના આપ્યો. ખુબ દૃુ:ખની વાત છે. તમે એક ઐતિહાસિક મોકો ગુમાવી દૃીધો. મહિલાઓને સન્માન અને અધિકારી આપવાનું અમારું અભિયાન શરૂ રહેશે અને અમે તેમને અધિકાર અપાવીની રહીશું.

રિલેટેડ ન્યૂઝ