પડધરીના ખંભાળાની સીમમાં વિકેન્ડ વિલામાં જૂગાર ક્લબમાં દરોડો

રૂા.1.45 લાખનો મુદામાલ કબ્જે
પડધરીના ખંભાળા ગામની સીમમાં ઝીબ્રાનો વુડસ વિકેન્ડ વિલામાં દરોડો પાડી જુગાર રમતાં છ શખ્સોને રૂરલ એલસીબીની ટીમે પકડી રૂ.1.45 લાખની મતા જપ્ત કરી હતી.રાજકોટની આલાપ ગ્રીન સીટીમાં રહેતાં દિનેશ વિઠલાપરાએ પોતાના વિક એન્ડ વિલામાં નાલ ઉઘરાવી જુગારની ફિલ્ડ બેસાડી હતી. રાજકોટ, ગોંડલ, બાબરાથી રમવા આવેલ જુગારીઓ પકડાયા હતાં.
દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ જયવિરસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ રણજીતભાઈ બારડને રાજકોટમાં રૈયારોડ આલાપ ગ્રીન સીટીમાં રહેતાં દિનેશ પ્રાણજીવનભાઈ વિઠલાપરા પોતાના પડધરીના ખંભાળા ગામની સીમમાં આવેલ ઝીબ્રાનો વુડસ વિકેન્ડ વિલામાં વિલા નં-61 માં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીન પત્તી (રોન પોલીસ)નો જુગાર રમાડે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. વિક એન્ડ વિલામાં જુગાર રમી રહેલા દિનેશ પ્રાણજીવન વિઠલાપરા (રહે રાજકોટ, રૈયારોડ આલાપ ગ્રીન સીટી બ્લોક નં-બી-1), ચુનીલાલ ગાંગજી સુરાણી (ઉ.વ.51, રહે. મેતા ખંભાળીયા ગોંડલ), ભરત કરશન મકવાણા (ઉ.વ.41, રહે ગોંડલ ભવનાથ સોસાયટી), અશરફ બહાઉદ્દીન પઠાણ (રહે. મોટા દેવળીયા, બાબરા), પ્રીતેશ મહાદેવ પાંચણી (ઉ.વ.38, રહે, ખંભાળા,પડધરી) અને અનીલ કેશુ પરવાળિયા (રહે. મેતા ખંભાળીયા,ગોંડલ) ની ધરપકડ કરી રોકડ રૂ.1.41 લાખ અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.45 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ