સરકાર સ્વચ્છ ઈંધણ વ્યવસ્થાને મજબૂત કરી રહી છે, LPG મેળવવામાં ગ્રાહકોનો વિશ્ર્વાસ વધ્યો

ભારત સરકાર, તેના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા, ગ્રાહક સુરક્ષા અને પારદર્શિતા પર વિશેષ ધ્યાન આપીને રસોઈ માટેની સ્વચ્છ ઈંધણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે. દેશભરમાં સતત અને અવિરત કઙૠ નો પુરવઠો સુનિશ્ચિત કરવાની સાથે, સંગ્રહખોરી અને કાળાબજારી જેવી ગેરરીતિઓ રોકવા માટે દેશવ્યાપી ઝુંબેશ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ટેક્નોલોજીના ઉપયોગ અને ગેસ વિતરણ નેટવર્ક પર કડક નજર રાખવાના કારણે જવાબદારી અને સેવામાં સુધારો થઈ રહ્યો છે, જેનાથી આ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.
લોકોને વિશ્વસનીય અને લાંબા ગાળા સુધી સ્વચ્છ ઉર્જા મળી રહે તેવા વ્યાપક ઉદ્દેશ્ય સાથે પાઇપ્ડ નેચરલ ગેસ (ઙગૠ) ના માળખાનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જે સરકારના આ પ્રયાસોને વધુ અસરકારક બનાવે છે. ગેસની ઉપલબ્ધતા સામાન્ય થતાં અને વ્યવસ્થામાં પારદર્શિતા આવતાં ગ્રાહકોના વલણમાં સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે-પહેલાં ગેસ મેળવવા અંગે જે ચિંતા હતી તે હવે દૂર થઈ છે અને પુરવઠા તેમજ સેવા પર લોકોનો વિશ્વાસ ઘણો વધ્યો છે. સરકારનો આ સર્વગ્રાહી અભિગમ એક મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અને ભવિષ્ય માટે તૈયાર સ્વચ્છ ઈંધણ વ્યવસ્થા ઊભી કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ