સુર્ય કુમાર યાદવ, ગૌતમ ગંભીરે હનુમાનજીને શીશ ઝુંકાવ્યું
ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી દર્શન કર્યા વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજીદાદાના ચરણોમાં અર્પણ કરી દાદાના ચરણે ટ્રોફી ધરી હતી. સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યુ હતું
ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બોટાદ જીલ્લાના વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી દર્શન કર્યા અને ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી હતી.ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘ઝ-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને ’મિસ્ટર 360’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા. ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લાવ્યા હતા.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી. દાદાના ચરણે ટ્રોફી ધરીને બંનેએ દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી. મંદિરના સંતો દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, નૌત્તમસ્વામીજી (પ્રમુખ, સત્સંગ મહાસભા), શુકદેવસ્વામીજી (ગોકુલધામ નાર), કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી-સાળંગપુરધામે આશિષ પાઠવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, “વલ્ર્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું અને દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમ ભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીઅ
