ગીર સોમનાથ જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીકો સામે જઘૠ ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેંજ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ દરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપી હતી. જેના આધારે જઘૠ અને મરીન પોલીસની ટીમે દરીયાઈ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જે અંતર્ગત આજે એસઓજી ટીમ કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરી રહેલ દરમ્યાન કદવાર-હીરાકોટ બંદર નજીક ત્રણ ફિશીંગ બોટો ગેરકાયદેસર રીતે દરીયો ખેડતી હોવાનું સામે આવ્યુ હતુ. આ તપાસમાં પોલીસને જાણવા મળેલ કે શકરપીરની મહેરબાની, અલી મદદ અને યા અલી બરકત નામની બોટો લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર ચલાવવામાં આવી રહી હતી. ઉપરાંત, ઓનલાઇન એન્ટ્રી તથા જરૂરી ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતી હતી. આ ખુલાસાના આધારે ત્રણેય બોટના માલીકો અસલમ જુમાભાઈ મોવાણા (ઉ.વ. 27), દિલસાદ અયુબભાઈ પટેલીયા (ઉ.વ. 26) અને ફીરોજ જાફરભાઈ મોવાણા (ઉ.વ. 40)(બધા રહે. કદવાર-હીરાકોટ બંદર) સામે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ 2003 તથા સુધારા-2020ના નિયમો મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન એસઓજીના પીઆઈ ડી.એમ. કાગડા, પીએસઆઈ આર.એચ. સુવાના નેતૃત્વમાં હાથ ધરાયું હતુ.
રિલેટેડ ન્યૂઝ
-
સુપેડીમાં ભાજપના માજી સાંસદે પંડીત નહેરૂને મુસ્લિમ કહેતા વિવાદ સર્જાયો
મધ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદઘાટનમાં પોરબંદરના પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ ભાન ભુલ્યા: બ્રહ્મ સમાજમાં ભાજપના નેતા સામે... -
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ પ્રથમ દિવસે કેરીના 10400 બોક્સ વેચાણમાં આવ્યા
સારામાં સારી કેરીના એક બોક્સનુ રૂા.1250માં વેચાણ થયું: સૌરાષ્ટ્રભરમાંથી કેરી ખરીદવા વેપારીઓ ઉમટ્યા તાલાલા પંથકનું સુપ્રસિદ્ધ... -
ભારતની ટી-20 ટીમના કેપ્ટન, કોચે સાળંગપુર હનુમાનજીને વર્લ્ડકપની ટ્રોફી ધરી
સુર્ય કુમાર યાદવ, ગૌતમ ગંભીરે હનુમાનજીને શીશ ઝુંકાવ્યું ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય...
