ભાયાવદરમાં પાણી પ્રશ્ર્ને પાલિકા પ્રમુખ લોકોને સમજાવવા નીકળ્યા

લોકોને થોડો સમય સહયોગ આપવા અપીલ કરી

ભાયાવદરમાં પાણીની નવી પાઈપલાઈન નાંખવાની કામગીરી શરૂ થતા ભર ઉનાળે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.ત્યારે પાલિકા પ્રમુખ લોકોને થોડા સમય માટે સહયોગ આપવાની અપીલ સાથે લોકોને સમજાવવા નીક્ળ્યાં છેય
ભાયાવદર પાલિકા પ્રમુખ રેખાબેન સીણોજીયાએ પાણી બાબતે એક નિવેદનમાં જણાવેલ છે કે હાલમાં ગામમાં નવી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે જનતા ની સુખાકારી માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ડી આઈ ની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન કાયમ માટે હાલ થઈ જાય નગરપાલિકાની ટીમ અને ભાજપના સંગઠનના આગેવાનો રાત દિવસ જોયા વગર મેદાનમાં રહીને મહેનત કરી રહ્યા છે તેમા ખાસ કરી ને બાવનજીભાઈ ખાંભલા અતુલભાઈ વાછાણી અને સરજુભાઈ માકડીયા સહિત ના ની સેવા છે. અને તેમા આગેવાન ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા વિગેરે આગેવાનો નું સતત માર્ગદર્શન મળી રહ્યુ છે વધુમાં તેમણે જણાવેલ કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ના સહયોગથી રાજય અને કેન્દ્ર ની જુદી જુદી વિકાસ ની ગ્રાન્ટો દ્વારા ભાયાવદર નગરપાલિકા ના ઈતિહાસ મા કયારેય ન થયા હોય તેવા રોડ રસ્તા, ગટર, બાગ, બગીચા, પીવાના પાણી સહિત ના એકસાથે કરોડો ના વિકાસ ના કામો કોઈપણ જાતના રાગદ્વેષ વગર ચાલી રહ્યા છે શહેર નો સર્વાંગી વિકાસ થાય તેવી અમારી નેમછે જે લોકોની નજર સામે છે અંતમાં રેખાબેને જણાવેલ છે કે લોકો ને પુરતુ અને શુધ્ધ પાણી મળી રહે તેના માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પાઈપ લાઈન નું કામ પુરુ ન થાય ત્યાં સુધી લોકો ને મુશ્કેલી પડશે આ તકલીફ થોડા સમય પુરતી છે ત્યારે ભાયાવદર ની જાગૃત અને સમજુ પ્રજા ને સહયોગ આપવા અપીલ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ