દેવાધિદેવ ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ નો સ્થાપના દિવસ તિથિ અંતર્ગત વૈશાખ સુદ પાંચમ તા. 21 -4 ના રોજ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ સોમનાથ સોમનાથ મહાદેવની પાલખીયાત્રા કાઢવામાં આવેલ જે સમગ્ર પ્રભાસ પાટણ શહેરમાં ફરેલ છેલ્લા ત્રણ વર્ષથી આ ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે જેમાં તીર્થ પુરોહિત ધર્મ પરંપરાગત વસ્ત્રો પરિધાન સાથે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે સમગ્ર શહેરમાં નક્કી કરાયેલ રૂટો ઉપર વાજતે ગાજતે ઢોલ શરણાઈ અને ભજનો સાથેની આ યાત્રા તારીખ 21 એપ્રિલે બપોરના બે વાગ્યે પ્રાચીન જૂના સોમનાથ મંદિરેથી શરૂ થયેલી અને મેઈન બજાર. દુધપીઠ. રામરાખ ચોક.પાટચકલા. લાંબી શેરી. કુંભારવાડા થઈ જુના સોમનાથ સહિત ના વિસ્તારો મા સોમનાથ ના જયઘોષ સાથે નિકળેલ હતી. શોભાયાત્રા ના માર્ગો ભાવિકો તરફથી આ પ્રસંગે શણગારવામાં આવેલ અને ઠેર ઠેર ફુલહારથી પાલખીયાત્રાને પુષ્પહાર કરવામાં આવેલ તેમજ માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા .શરબતો અને ચા પાણી પાઈ ભાવિકો ધન્ય બને છે સર્વસમાજ આ યાત્રામાં સાથે રહી ભક્તિમય બને છે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ તથા ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગામ લોકો જોડાયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
વેરાવળ શહેરમાં ચૂંટણીના માહોલમાં રાજકીય ભાષણથી વિવાદ સર્જાવાની ભીતિ
સંયુકત મુસ્લિમ સમાજ દ્વારા પોલીસમાં લેખીત રજૂઆત વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના માહોલ વચ્ચે રાજકીય... -
સોમનાથમાં વીર શહીદોની યાદમાં 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું
શહીદ વીર વેગડાજી અને ભીલ કાળાજીની સ્મૃતિ સંસ્થાન મહુવા દ્વારા આયોજન સોમનાથ શહીદ વીર વેગડાજી ભીલ... -
જગતગુરૂ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની વૈષ્ણવો દ્વારા ઉજવણી
વૈષ્ણવાચાર્યોની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા નિકળી: ઠેર-ઠેર સ્વાગત કરાયું: 8000થી વધુ લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો ચૈત્રવદી એકાદશીએ...
