34 સ્થળોને રેડ-યેલો ઝોનમાં વિભાજીત કરાયા
ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા કુલ 34 સ્થળોને ઈન્સ્ટોલેશન રેડ ઝોન/યેલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ તમામ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન(ઞઅટ)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર, જિલ્લાના રેડ ઝોન, ગ્રીન ઝોન અને યેલ્લો ઝોનમાં મૂકવામાં આવેલા કુલ 34 સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન થાય તે અનુસાર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. આ સ્થળોમાં સોમનાથ મંદિર, ભાલકા મંદિર, સ્પેશ્યિલ બ્યૂરો ઓફિસ (સુત્રાપાડા), કોસ્ટગાર્ડ સ્ટેશન(વેરાવળ), વેરાવળ-તાલાલા-ઉના સબ જેલ, વેરાવળ-ઉના જિલ્લા ન્યાયાલય, કલેક્ટર ઓફિસ(ઈણાજ), જિલ્લા પોલીસવડાની કચેરી, વેરાવળ અને છારા બંદર, વેરાવળ-પ્રભાસપાટણ 66 કે.વી. સબસ્ટેશન, કંસારી-ટિંબડી 220 કે.વી. સબસ્ટેશન, 132 કે.વી.સબસ્ટેશન તાલાલા, વેરાવળ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, લાઈટ હાઉસ, માઈક્રોવેવ ટાવર, ઈન્ડિયન રેયોન ઉદ્યોગ, વોટર ટેન્ક, લોકોશેડ, તાલાળા હિરણ ડેમ-2, નવાબંદર લાઈટ હાઉસ, માઈક્રોવેવ ટાવર ઉના, અંબુજા સિમેન્ટ કોડિનાર, સિદ્ધિ સિમેન્ટ સૂત્રાપાડા, જી.એચ.સી.એલ. સુત્રાપાડા, ઉના બ્રિજ નં.340 સહિતના સ્થળનો સમાવેશ થાય છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.26 એપ્રિલથી દિન-60 સુધી અમલમાં રહેશે.
