ગીર સોમનાથ જિલ્લામાં જી.ટી.યુ. માં ગુજરાતમાં ટોપ 10 માં સ્થાન ધરાવતી વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાંડુવાવ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન તા.18 ના કરવામાં આવેલ જેમાં જુદા-જુદા જિલ્લાની બેંકિંગ, ઓટો મોબાઇલ, ઇન્સ્યુરન્સ, આઇ.ટી., એજ્યુકેશન અને સર્વીસ ક્ષેત્રની કુલ 25 કંપનીઓ આવેલ હતી. કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા જિલ્લા તથા તેની આજુબાજુના વિસ્તારના સ્નાતક તથા અનુસ્નાતક ઉમેદવારોને રોજગારી પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.આ કેમ્પસ પ્લેસમેન્ટ માં કુલ 206 ઉમેદવારોએ હાજરી આપેલ. જુદી જુદી કંપની દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવેલ તેમજ ટેક્નિકલ તથા મેનેજરીયલ જગ્યા ની ભરતી માટે કુલ 164 ઉમેદવારોની પ્રથમ રાઉન્ડમાં પસંદગી કરવામાં આવેલ છે. ફાઇનલ રાઉન્ડ બાદ પસંદ થયેલ ઉમેદવારોની કંપનીઓ દ્વારા થોડા દિવસો માં નિમણુક્પત્ર આપવામાં આવશે. કેમ્પસ પ્લેસમેન્ટ માં આ સંસ્થાના ચેરમેન ડો. એસ. એમ. પોપટ, સેક્રેટરી ગીરીશભાઈ કારીયા, ટ્રસ્ટી બીપીનભાઈ સંધવી, નવલભાઈ ભાવસાર, ગિરિશભાઈ ઠક્કર, રજનીકાંતભાઈ ચંદારાણા સહીતના હાજર રહેલ હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન કોલેજના ડિરેક્ટર ડો.જાગૃત વસાવડા, એમ.બી.એ. પ્લેસમેન્ટ ઓફિસર ભરત બારડ, એમ.સી.એ. પ્લેસમેન્ટ ઓફિસર ધ્રુવિ સિધ્ધપુરા, એમ.બી.એ. એચ.ઓ.ડી. ડો. પ્રદીપ મહેતા, એમ.સી.એ. એચ.ઓ.ડી. ચિરાગ રાચ્છ સહિત સ્ટાફ નું યોગદાન રહેલી હોવાનું યાદીમાં જણાવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: યુપીના 1000થી વધુ શ્રદ્ધાળુઓ મહાદેવના શરણે પહોચ્યા
યાત્રાના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન, જલાભિષેક, આરતી અને 3ઉ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો પ્રથમ... -
બાંટવા તંત્ર દ્વારા વારંવાર રોડ ખોદતા વાહન-ચાલકોને પરેશાની
કોઈને કોઈ કારણોસર રોડ ખોદી નાખતા હોવાની રાવ તાજેતરમાં નવો ડામર રોડ બનેલો ભીમનાથ રોડ ઉપર... -
ગીર ગઢડાના નાંદરખ ગામમાં બે ગાયનું મારણ કરતો સિંહ પરિવાર
ગામમાં લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા: લોકોમાં ભય ગીર ગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર...
