રાજકોટમાં સીટી બસના અકસ્માતમાં વધારો મહિલાને ઠોકરે લેતા અકસ્માત

રેલનગરમાં પગપાળા જતા મહિલાને ઈજા

શહેરમાં અવારનવાર સિટી બસ ચાલક દ્વારા અકસ્માત કરી વાહન ચાલકો અથવા પગપાળા જતાં લોકોને હડફેટે લેવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે વધુ એક ઘટના સામે રેલનગર વિસ્તારમાં સામે આવી છે. સિટી બસે પગપાળા જઈ રહેલી મહિલાને હડફેટે લેતા મહિલાને ઇજા પહોંચતી હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માતના બનાવ અંગે મળતી વિગતો મુજબ રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આજે સવારના સમયે સિટી બસ નં.13 જે કોઠારીયા ચોકડીથી રેલનગરના સંતોષીનગર વિસ્તારના રોડ પર ચાલતી હોય તેને પગપાળા જઇ રહેલી મહિલાને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન કોઈએ 108 ને કોલ કરતા 108 ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલનગર વિસ્તારમાં વર્ષ 2024 માં સીટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વાહનો અને રેંકડી ચાલકને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક 44 વર્ષીય મહિલાનું બસની હડફેટે આવી જતા મોત થયું હતું. જ્યારે હાર્ટ એટેકના લીધે ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ઉપરાંત ઇન્દિરા સર્કલ પાસે પણ વ્હેલી સવારે સીટી બસના ચાલકે એક્સીલેટર પર પગ મૂકી આગળ ઉભેલ વાહનોને કચડી ચાર લોકોના જીવ હણી લીધાં હતાં.

રિલેટેડ ન્યૂઝ