ઇન્ડિયન લાયોનેશ જામનગરના નવા હોદે્દારોનો શપથ સમારોહ અને 11માં વર્ષમા પ્રવેશની ઉજવણી થશે

કલબમાં ત્રણ દાયકાથી સેવા આપતા સીએમઓ કાર્યાલયના પીઆરઓ હિતેશભાઈ પંડયા રહેશે ઉપસ્થિત

ઈન્ડિયન લાયોનેસ જામનગર ના નવા વર્ષ ના પદનામિત પ્રેસિડેન્ટ ફાલ્ગુનીબેન વોરા અને તેમની ટીમ ની શપથવિધિ તેમજ ઈન્ડિયન લાયોનેસ જામનગર ના 11 વર્ષ માં પ્રવેશ ની ઉજવણી ની દ્રિ મહોત્સવ તારીખ બીજી મેં 2026 ના રોજ સાંજે 6 વાગ્યે હોટલ કાશી ઈન માં યોજાય રહ્યો છે .
જામનગર જ નહીં પરંતું સૌરાષ્ટ્ર ભર માં સેવાકીય પ્રવૃત્તિ માં અગ્રેસર રહેલી ઈન્ડિયન લાયોનેસ જામનગર કલબ ના પ્રમુખ હંસાબેન રાવલ ના જણાવ્યા પ્રમાણે જામનગર ના ફાઉન્ડર નીરૂપમાબેન વાગડીયા ની પ્રેરણાથી 11 વર્ષ પહેલાં સ્થપાયેલી ઈન્ડિયન લાયોનેસ જામનગર ક્લબે સતત પ્રવૃતિ અને વિસ્તાર ની દષ્ટિ એ સમગ્ર ઈન્ડિયન લાયન્સ માં અનેકવાર વિશિષ્ટ એવોર્ડ ટોચ ના સ્થાન માટે મેળવ્યા છે.
સ્વદેશી ભાવના અને રાષ્ટ્રવાદી વિચાર ને વરેલી ઈન્ડિયન લાયોનેસ જામનગર ના શપથવિધિ સમારોહ માં ઈન્ડિયન લાયન કલબ ના સૂત્રધાર અને જેમને 30- 30 વર્ષ થી ઈન્ડિયન લાયન ને પ્રેરણાદાયી નૈતૃત્વ આપ્યું છે તેવા પાસ્ટ નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડયા જેઓ મુખ્ય મંત્રી ના પી.આર.ઓ.તરીકે 23 વર્ષ સેવા આપી તે ખાસ ઉપસ્થિત રહેશે.
ફાલ્ગુનીબેન વોરા ની શપથવિધિ તેમજ તેમના ટીમ ના સવે હોદેદારો ની પદગ્રહણ વિધિ સ્થાપક નિરૂપમાબેન વાગડીયા ના હસ્તે થસે .11 માં વર્ષ ની આ ઉત્સાહભરી ઉજવણી માં ઈન્ડિયન લાયનવાદ ને સતત પ્રજ્વલિત રાખનારા વરિષ્ઠ અક્ષયભાઈ ઠક્કર (ભુજ કચ્છ) , વનરાજભાઈ ગરૈયા (રાજકોટ ) ,.વિજયાબેન કટારીયા (રાજકોટ) , ધીમંત ભાઈ શેઠ (અમદાવાદ), શોભનાબા ઝાલા (મોરબી )હસમુખભાઈ પ્રજાપતિ ( વડોદરા), સુરેશભાઈ કટારીયા (રાજકોટ ), મૌલિકભાઈ આસોડિયા (ગાંધીનગર) અને ઈન્ડિયન લાયન્સ ના પુવે સેક્રેટરી અને વરિષ્ઠ લાયોનેસ શ્રીમતી જયોતીબેન પંચોલી ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ