એમેઝોને આજે ભારતમાં તેના ’એમેઝોન ફ્યુચર એન્જિનિયર’ (અઋઊ) પ્રોગ્રામ હેઠળ વર્ષ 2026 માટે 500 નવી શિષ્યવૃત્તિઓની જાહેરાત કરી છે. આ પહેલ ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય, માર્ગદર્શન (મેન્ટરશિપ) અને ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દીની તકો પૂરી પાડે છે. એમેઝોન ફ્યુચર એન્જિનિયર એ એમેઝોનનો વૈશ્વિક કમ્પ્યુટર સાયન્સ શિક્ષણ કાર્યક્રમ છે, જે ટેકનોલોજી શિક્ષણ અને કારકિર્દીની તકો સુધી પહોંચ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ સાથે, આ કાર્યક્રમ હાલમાં 2,000 સક્રિય સ્કોલર્સને ટેકો આપી રહ્યો છે.એમેઝોન ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીનીઓને ચાર વર્ષમાં રૂ.2 લાખની નાણાકીય સહાય પૂરી પાડશે. એમેઝોને 2022 થી આ કાર્યક્રમમાં અંદાજે રૂ.50 કરોડ (આશરે 6 મિલિયન યુએસ ડોલર) નું રોકાણ કર્યું છે; કમ્પ્યુટર સાયન્સ શિક્ષણની વ્યાપક પહેલ 50,000 થી વધુ સરકારી શાળાઓના 4.8 મિલિયન વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે.2025 માં સ્નાતક થયેલી પ્રથમ બેચે એમેઝોન અને અન્ય અગ્રણી કંપનીઓમાં 89% પ્લેસમેન્ટ દર પ્રાપ્ત કર્યો છે
“દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતાને ઓળખવાની તક મેળવવાને પાત્ર છે. એમેઝોન ફ્યુચર એન્જિનિયર શિષ્યવૃત્તિ દ્વારા, અમે એવા નેતાઓ પાછળ રોકાણ કરી રહ્યા છીએ જેઓ ભવિષ્યના કાર્યક્ષેત્રને આકાર આપશે-ભારતના વિવિધ સમુદાયોના આ પ્રતિભાશાળી અને મક્કમ વિદ્યાર્થીઓ,” તેમ એમેઝોન એક્સપિરિયન્સ એન્ડ અપસ્કિલિંગના વાઇસ પ્રેસિડેન્ટ કેન્ડી કેસલબેરીએ જણાવ્યું હતું. “2026 ના શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓ દર્શાવે છે કે જ્યારે આપણે સાથે મળીને અપસ્કિલિંગ પાથવે બનાવીએ છીએ અને યુવાનોના સપનાઓ વચ્ચે આવતા અવરોધોને દૂર કરીએ છીએ, ત્યારે શું શક્ય બની શકે છે.”
