બસવર્લ્ડ ઇન્ડિયા ૨૦૨૬ શિખર સંમેલનમાં ગડકરી પહોંચ્યા
ગડકરીએ કહૃાું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે
ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહૃાા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દૃોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૃૂર જઈ રહૃાું છે. બેંગલુરુમાં આયોજિત બસવર્લ્ડ ઇન્ડિયા ૨૦૨૬ શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહૃાું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્ર્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દૃુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દૃેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્ર્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.
